Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

મીઠાપુર ટાટા હોસ્‍પિટલ દ્વારા મહિલા દિવસની શાનદાર ઉજવણી

 મીઠાપુર : ઓખામંડળ તાલુકાનાં મીઠાપુર ગામે આવેલી મીઠાપુર ટાટા હોસ્‍પિટલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે સાંસ્‍કૃતિક કાર્યક્રમનું પણ સુંદર આયોજન કરવામા આવ્‍યું હતું.આ કાર્યક્રમમાં ટાટા હોસ્‍પિટલનાં હેડ ડો. સંજીવ ભટનાગરસાહેબ, અંત ડોકટરો, નર્સિંગ સ્‍ટાફ, આયા બહેનો તેમજ હોસ્‍પિટલનાં સર્વે મહિલાઓ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. મહિલાઓ દ્વારા જ દીપ પ્રાગટ્‍ય કરી, કેક કાપી આ આંતરરાષ્ટ્રિય મહિલા દિવસને મનાવવામાં આવ્‍યો હતો. આ ટકે યોજાયેલા સાંસ્‍કૃતિક કાર્યક્રમ માં પણ મહિલાઓ હજુ વધારેને વધારે કેવી રીતે આગળ આવી શકે અને મહિલાઓ જાગૃત થાય તે વિષયને વણી લેવાયા હતા. મીઠાપુર ખાતે આવેલાં સબરસ ભવન માં ખુબજ અનોખી રીતે આ ઉજવણી કરવામાં આવી હતી. (તસ્‍વીર-અહેવાલ : દિવ્‍યેશ જટણીયા -મીઠાપુર)

(10:51 am IST)