Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

નેશનલ મિન્‍સ કમ મેરીટ સ્‍કોલરશીપ પરિક્ષામાં જૂનાગઢ જીલ્લાના ૧૨૬ છાત્રો સફળ : આર.એસ.ઉપાધ્‍યાય

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તાફ ૧૩: રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ગત તા.૧૭ /૦૪/૨૦૨૨ ના રોજ લેવાયેલ નેશનલ મિન્‍સ કમ મેરીટ સ્‍કોલરશીપ પરીક્ષાના આજરોજ જાહેર થયેલ પરિણામમાં જુનાગઢ જિલ્લાના ૧૨૬ વિદ્યાર્થીઓ મેરિટમાં સ્‍થાન પામેલ છે. જુનાગઢ જિલ્લાનો સ્‍કોલરશીપ ક્‍વોટા ૧૨૬ વિદ્યાર્થીઓનો છે, જે આજરોજ જાહેર થયેલ પરિણામમાં ૧૦૦% ભરાયેલ છે. જે જુનાગઢ જિલ્લા શિક્ષણ પરિવાર માટે ગૌરવપ્રદ બાબત છે. મેરિટમાં સ્‍થાન પામેલ આ વિદ્યાર્થીઓ, તેમના માર્ગદર્શક શિક્ષકો અને શાળાઓને જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ પરિવાર વતી જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્‍યાયે અભિનંદન પાઠવ્‍યા છે.

NMMS મેરીટમાં સ્‍થાન પામેલ આ વિદ્યાર્થીઓને પ્રતિવર્ષ રૂ.૧૨૦૦૦/- લેખે આગામી ધો.૯ થી ૧૨ એમ ૪-વર્ષ સુધી પ્રતિ વિદ્યાર્થી કુલ રૂ.૪૮૦૦૦/- સ્‍કોલરશીપ કેન્‍દ્ર સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા ચૂકવવામાં આવશે. જુનાગઢ જિલ્લામાં મેરીટમાં સ્‍થાન પામેલ કુલ ૧૨૬ વિદ્યાર્થીને સ્‍કોલરશીપની મળવાપાત્ર કુલ રકમ રૂ.૬૦,૪૮,૦૦૦/- જેટલી થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજ પ્રકારે હાલ ધો.૧૦, ૧૧ અને ૧૨ માં અભ્‍યાસ કરતાં અને NMMS મેરીટમાં સ્‍થાન પામેલ કુલ-૩૩૪ વિદ્યાર્થીઓ પ્રતિવર્ષ રૂ.૧૨૦૦૦/- લેખે આ સ્‍કોલરશીપ મેળવી રહ્યા છે. 

(1:05 pm IST)