Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

જુનાગઢમાં ધંધુસરનો હરેશ વદર ર૩ લાખના ડ્રગ્સ સાથે ઝડપાયો

(વિનુ જાષી દ્વારા) જુનાગઢ તા. ૧૩ :  જુનાગઢનાં દોલતપરામાંથી ધંધુસરનાં હરેશ ભુપત વદરને ક્રાઇમ બ્રાંચે ર૩૩ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડી પાડયો હોવાનું જાણવા મળેલ છે. દોલતપરા ખાતે ઍક ઇસમને ત્યાં આવેલો હરેશ વદર ડ્રગ્સની હેરાફેરી કરવાનો હોવાની બાતમી જુનાગઢ ઍલસીબીને મળી હતી.
આ બાતમીને આધારે પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર અને ઍસ. પી. રવીતેજા, વાસમસેટીની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ ઍચ. આઇ. ભાટી, પીઍસઆઇ ડી. જી. બડવા, તેમજ સ્ટાફનાં વી. ઍન. બડવા, ભરતભાઇ અોડેદરા, દેવશીભાઇ નંદાણીયા અને દિપક બડવા સહિતનો કાફલો ઘસી ગયો હતો.
અને હરેશ વદરને રૂ. ર૩ લાખ ૩૭ હજાર ૮૦૦ની કિંમતનાં ર૩૩ ગ્રામ મેફડ્રોન ડ્રગ્સ સાથે પકડી પાડયો હતો.
આ ઇસમ વિરૂધ્ધ ઍ ડીવીઝન પોલીસમાં નાર્કોટીકસ ઍકટ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ અગાઉ વેરાવળનો ઍક ઇસમ ચોરવાડનાં ગડુ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડાયો હતો. અને જુનાગઢમાંથી પણ ઍક ઇસમ નશાકારક પાવડર સાથે પકડાતા નશીલા દ્રવ્યોની હેરાફેરી વધી હોવાની આશંકા વધી છે.

(4:32 pm IST)