Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

ભરુચ જિલ્લાના વાગરા તાલુકાની દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં મધરાતે પ્રચંડ ધડાકા સાથે લાગી હતી ભયાનક આગ, આ ઘટનામાં 6 કામદારોના મોત.

મહારાષ્ટ્ર પુણેના અહમદનગર માં એક લક્ઝરી બસે પલ્ટી મારી, નજીકની હોટલ સાથે અથડાઈ, પરિણામે ઘણા વાહનો કચડાઈ ગયા, અકસ્માત માં એકનું મૌત, 25 થી વધુ ઘાયલ.

ભગવાન શ્રી દ્વારકાધીશજીના શિખર પર ધ્વજા આરોહણ કરવાનો લ્હાવો માણતા રાજકોટ રેન્જ આઈ.જી શ્રી સંદિપ સિંહ, આ પ્રસંગે જામનગર એસ.પી પ્રેમસુખ ડેલુ, દ્વારકા એસપી નિતેશ પાંડે દ્વારકા મંદિર સુરક્ષા ડીવાયએસપી સમીર શારડા, ડીવાયએસપી હરેન્દ્ર ચૌધરી, ડીવાયએસપી નીલમ ગોસ્વામી, એ.સી.પી. નિધિ ઠાકુર, દ્વારકા પીઆઇ પરમાર અનેપોલીસ પરિવાર હાજર રહ્યો હતો. : (વિડિયો: ઓમ થોભાણી, દ્વારકા ટુ ડે, અહેવાલ દીપેશ સામાણી અકિલા, દ્વારકા)

ઝારખંડના દેવધરમાં રોપ વે દુર્ઘટનામાં રેસ્ક્યુ દરમિયાન હેલિકોપ્ટરથી નીચે પડતાં યુવકનું મોત થયું.