Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

સલાયા ડ્રગ્‍સ પ્રકરણમાં રાજ્‍યની નાર્કોટીક્‍સ ટીમ દ્વારા તપાસઃ જેલહવાલે થયેલા સાથે સંકળાયેલા વ્‍યકિતઓની તપાસ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૩ : સલાયામાંથી કરોડો રૂપિયાનો ડ્રગ્‍સનો જથ્‍થો પકડાયો હતો જે સંઘર્ષમાં દ્વારકા જિ. પોલીસની કામગીરી ધરપકડ તથા તપાસ પછી આ પ્રકરણમાં કેન્‍દ્રીય એજન્‍સીઓએ પણ ઝુકાવ્‍યું હતું તથા તેમની પણ આ સંઘર્ષમાં તપાસ મુલાકાત તથા એ.ટી.એસ. પણ જોડાયું હતું તથા દિલ્‍હી એજન્‍સીઓ પણ આ તપાસમાં ઉંડે સુધી ઉતરી હતી તે પછી ગઇકાલે રાજ્‍યની નાર્કોટીક્‍સ બ્‍યુરોની ટીમ પણ ખંભાળિયા સલાયામાં આવી હતી.

સલાયામાં વિવિધ સ્‍થળે તથા સલાયા પો.ઇ. ડાંગરની રૂબરૂ મુલાકાત પણ આ ટીમ દ્વારા લીધી હતી તથા દાણચોરી ડ્રગ્‍સની આ પ્રવૃત્તિઓમાં કરોડોનું ડ્રગ્‍ઝ પકડાયા પછીની હાલની સ્‍થિતિ તથા સંકળાયેલા જેલ હવાલે વ્‍યકિતઓના ધંધા સાથે સંકળાયેલાની પણ તપાસ હાથ ધરી હતી. અગાઉ દાણચોરીમાં કુખ્‍યાત થયેલ સલાયા હવે ડ્રગ્‍સમાં પણ સારી રીતે કુખ્‍યાત થતાં હવે રાજ્‍ય તથા કેન્‍દ્રીય એજન્‍સીઓ ફરી સલાયા દોડતી થઇ ગઇ છે.

(1:44 pm IST)