Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

ખંભાળિયામાં છેતરપીંડીની ઘટનાના ૩ આરોપી ઝડપાયા

ખંભાળિયા તા.૧૩ : ખંભાળિયા પો. સ્‍ટે. વિસ્‍તારમાં ફિલપકાર્ડ કંપનીમાં પાર્થ અશોકભાઇ લાઠીયા, ખંભાળિયાવાળા કે જેઓ ફિલપકાર્ડના ડિલીવરી કંપની ઇન્‍સટાકાર્ટ કંપનીમાં નોકરી કરતા હોય અને જેઓએ અન્‍ય ઇસમો સામે મળી ફિલપકાર્ડમાં અલગ અલગ એકાઉન્‍ટ બનાવી ચીજ વસ્‍તુઓ મંગાવી જેમાંથી ફિલપકાર્ડ કંપની દ્વારા આવેલ ઓરીજન ચીજવસ્‍તુઓ કાઢી  લઇ તે પાર્સલમાંથી નબળી કવોલીટીની વસ્‍તુઓ મુકી કંપનીમાં પાર્સલ પરત મોકલાવી આપવાની હકકીત કંપનીના તનવીબેન અતુલભાઇ મોઢવાડીયા ઇન્‍સટાકાર્ટ પ્રા. લી. કંપનીઓએ ફરીયાદ આપતા જે ખંભાળિયા પો. સ્‍ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮પ૦૦૪રર૦ ૩૭૯-ર૦રર ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૦૭, ૪૦૮, ૪ર૦, ૧૧૪ મુજબનો ગુન્‍હો પો.સબ. ઇન્‍સ. કે.એન.ઠાકરીયા તથા સર્વેલન્‍સ સ્‍ટાફને ઉપરોકત ગુનહો શોધી કાઢવા માર્ગદર્શન આપતા સદર ગુન્‍હાના કામે ફિલપકાર્ડનો ઓરીજનલ મુદામાલ પાર્સલ કુલ નંગ-૦૯ કુલ કિ. રૂા.૮ર,૯૯૦નો મુદામાલ સાથે કિ.રૂા.૯૭,૯૯૦ના મુદામાલ સાથે (૧) પાર્થભાઇ અશોકભાઇ લાઠીયા (ઉ.વ.રર) ધંધો મજુરી રહે. ચોખંડા રોડ, શકિતનગર ચામુંડા મંદિરની બાજુમાં ખંભાળિયા (ર) પરીમલભાઇ નીતીનભાઇ ચોપડા (ઉ.વ.ર૧) ધંધો વેપાર રહે. સતવારા સમાજની વાડી સામે, બજાણા રોડ, શકિતનગર ખંભાળિયા (૩) તુષારભાઇ દિનેશભાઇ સિંધ (ઉ.વ.રર) ધંધો સેન્‍ટીંગ કામ રહે. કુંભાળીયા વાડી પાસે ટેલીફોન સોસાયટી શકિતનગર ખંભાળિયાને ઝડપી લીધેલ છે.

 આ કામગીરી પો.સબ.ઇન્‍સ. કે.એન.ઠાકરીયા, એ.એસ.આઇ. દિપકભાઇ સોમાતભાઇ રાવલીયા, પો. હેડ કોન્‍સ. હેમંતભાઇ નથુભાઇ નદાણીયા, ખીમાભાઇ કેશુરભાઇ કરમુર, દિવ્‍યરાજસિંહ પૃથ્‍વીરાજસિંહ જાડેજા, જેઠાભાઇ સોમાભાઇ પરમાર, વિરેન્‍દ્રસિંહ નટુભા જાડેજા, પો. કોન્‍સ. યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા,કાનાભાઇ રાણાભાઇ લુણા (સર્વેલન્‍સ સ્‍ટાફ)એ કરી હતી. 

(1:40 pm IST)