Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

જોડીયા મફતીયાપરામાં ‘ધુલ કા ફુલ' મળ્‍યુ!

જામનગર : જોડીયા મફતીયાપરામાં બીનવારસી બાળક મળી આવેલ છે. ૧૦૮ ને બાતમી મળતા ઇએમટી કૌશીક અને પાયલોટ રમેશભાઇ શિયાળ એમ્‍બ્‍યુન્‍સ લઇ બાળકને લેવા ગયેલ હતાં. બાળકને જોયા પછી લાગ્‍યું કે ખાલી ૪૦ થી પપ મીનીટ પહેલા જન્‍મેલ હોય તેવું લાગતું હતું અને ત્‍યારબાદ ઇએમટી કૌશીક બખોતરાએ બાળકને યોગ્‍ય સારવાર આપીને સીએચસી જોડીયા ખાતે વધુ સારવાર માટે લઇ ગયા હતાં. ત્‍યારબાદ સીએચસી જોડીયામાંથી વધુ સારવાર માટે જીજીએચ હોસ્‍પિટલમાં  ૧૦૮ મારફત પહોંચાડવામાં આવ્‍યું હતું.

(1:40 pm IST)