Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

જામનગરમાં ૧૦ હજાર ન આપતા ૩ શખ્‍સોએ માર માર્યો

જામનગર, તા.૧૩: સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં મહેશભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ઉ.વ.૩૭, રે. મયરુનગર મેઈન રોડ, સિઘ્‍ધાર્થનગર શેરી નં.૪ મહાદેવના મંદિર પાસે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧ર-૪-ર૦રરના કોમલનગર રોડ સમાજની વાડી પાસે રોડ પર, જામનગરમાં ફરીયાદી મહેશભાઈ પાસે આરોપી મહેશભાઈ ઉર્ફે સંજલો ગોહિલ તથા વિપુલભાઈ રમેશભાઈ વાઘેલા, કાલી શંકરભાઈ સેખવા, રે. જામનગર વાળા એ રૂપિયા દશ હજાર પંદર દિવસ પહેલા માગેલ હોય જે ફરીયાદી મહેશભાઈ ગોવિંદભાઈએ ન આપતા આરોપીઓએ ફરીયાદી મહેશભાઈને ભુંડી ગાળોબલી ઢીકાપાટુનો શરીરે માર મારી તેમજ પ્‍લાસ્‍ટીકા ચાબુક જેવા વાયરથી વાસામા તથા સાથળના ભાગે મારમારેલ અને ફરીયાદી મહેશભાઈ લાકડાના ધોકાનો ઘા મારવા ફરીયાદી મહેશભાઈએ વચ્‍ચે હાથ નાખતા ડાબા હાથની કોણીના ભાગે ઈજા કરી લોહી કાઢી અને પોલીસ ફરીયાદ કરીશ તો મારી નાખવાની ધમકી આપી એક બીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

છકડો રીક્ષાએ મોટરસાયકલને હડફેટે લેતા મહિલાને ઈજા

ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં કરીશ્‍માબેન ઈસ્‍માઈલભાઈ જુમ્‍માભાઈ ખફી, ઉ.વ.ર૦, રે. નવાગામ ઘેડ, કબીરનગર મસ્‍જિદની બાજુમાં, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૪-૪-ર૦રરના ફરીાયદી કરીશ્‍માબેન તથા તેમના પતિ ઈસ્‍માઈલભાઈ જુમાભાઈ ખફી બંન્‍ને પોતાનું પલ્‍સર મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.-૧૦-સી.એસ.-ર૧૧૧ નું લઈ જામનગરથી રાજકોટ જતા હોય ત્‍યારે જાયવા ગામના પાટીયા પાસે પહોંચતા ત્‍યારે જાયવા ગામ તરફથી એક છકડો રીક્ષા જેના રજી.નં. જી.જે.-૦૩-એ.ઝેડ.-૯ર૮૬ ના ચાલકે પોતાની રીક્ષા પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી ફરીયાદી કરીશ્‍માબેના મોટરસાયકલ સાથે અકસ્‍માત કરી મોટરસાયકલ પાછળ બેસેલ ફરીયાદી કરીશ્‍માબેનને માથામાં તથા મોઢામાં ગંભીર ઈજા કરી તથા શરીરે સામાન્‍ય ઈજા કરી પોતાની રીક્ષા મૂકીને નાશી ગયેલ છે.

એકી-બેકી નામનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. દેવેનભાઈ નરેન્‍દ્રભાઈ ત્રિવેદી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧ર-૪-ર૦રરના ડીસીસી સ્‍કુલા ગેઈટ પાસે, પ્રદર્શન ગ્રાઉન્‍ડની સામે આરોપીઓ સાજીદ અહેમદ બ્‍લોચ, દિનેશ દામજીભાઈ રાંદલપરા, ઉમેદભાઈ નાથુભાઈ રાઠોડ, રે. જામનગર વાળા ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીના આકડા બોલી પૈસાની હારજીત કરી એકી-બેકી નામનો જુગાર રમી રમાડી રેઈડ દરમ્‍યાન કુલ રોકડા રૂ.૧૦,૩૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

ઈંગ્‍લીશ દારૂના ચપલા સાથે ઝડપાયો

 પંચ એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. રવિન્‍દ્રસિંહ મહાવીરસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧ર-૪-ર૦રરના જવાહરનગર સોસાયટી, પાણીના ટાંકા પાસે, જામનગરમાં આરોપી લખનભાઈ રમેશભાઈ ઝીંઝુવાડીયા, રે. જામનગરવાળા ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂના ચપલા નંગ-ર, કિંમત રૂ.૩૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

અજાણ્‍યા શખ્‍સે ત્રીસ હજાર ઝુટવી નાશી ગયાની રાવ

જામનગર : સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કિશોરભાઈ નાનજીભાઈ ભદ્રા, ઉ.વ.૩૯, રે. દિ.પ્‍લોટ-પ૪, વિશ્રામવાડીની અંદર, જામનગર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૧-૪-ર૦રરના ફરીયાદી કિશોરભાઈ પોતાના શેઠની ઈલેકટ્રીક રીક્ષા જેના રજી.નં. જી.જે.-૧૦-ટી.ડબલ્‍યુ-ર૯૩૧ વાળીમાં શાકભાજીની ફેરી કરતા જતો હતો તે વખતે સત્‍યમ કોલોની યોગેશ્‍વર મેડીકલ શેરીનં.-ર, જામનગરમાં આરોપી એક અજાણ્‍યો વ્‍યકિત જેણે શરીરે સફેદ ટી શર્ટ પહેરેલ જેના પર એડીડાસ લખેલ અને સફેદ પેન્‍ટ પહેરલ હતું અને તેની ઉ.વ.આ.ર૦ થી રપ વર્ષનો બ્‍લુ કલરના મેજીસ્‍ટ્રો ટુ વીલ ગાડી જેના રજી.નં. જી.જે.-૧૦-ડી.એફ-૩૧ર૦ માં આવેલ અને તેને ફરીયાદી કિશોરભાઈક પાસે રૂ.ર૦૦૦/- ના છુટા માંગતા ફરીયાદી કિશોરભાઈએ ખીસ્‍સામાં રહેલ રૂ.૩૦,૦૦૦/- છુટા આપવા કાઢતા તે દરમ્‍યાન આરોપી એ ફરીયાદી કિશોરભાઈના હાથ માંથી રૂ.૩૦,૦૦૦/- ઝુટવી લઈ નાશી જઈ ગુનો કરેલ છે.

દેશીદારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા : એક ફરાર

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હરદીપભાઈ વસંતભાઈ બારડ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૧-૪-ર૦રરના વોરાના હજીરા આગળ પુલ પાસે નદીના પટ્ટ, જામનગરમાં આરોપી ચેતનભાઈ મંગલદાસ પોપટ, મનસુખભાઈ ગોપાલભાઈ પરમાર એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર દેશી પીવાનો દારૂ પોતાના કબ્‍જાની રીક્ષા જેના રજી.નં. જી.જે.-૦૬ એ વાય-૪૭૦ર તથા એકટીવા મોટરસાયલ જેના રજી.નં. જી.જે.-૧૦ બી કયુ-૧૦૭૬ માં હેરાફેરી કરી દેશી દારૂ લીટર-ર૦૦ કિમત રૂ.૪૦૦૦/- તથા રીક્ષા કિંમત રૂ.૭પ,૦૦૦/- અને એકટીવા મોટરસાયકલ જેની કિંમત રૂ.ર૦૦૦/- તથા મોબાઈલ ફોન કિંમત રૂ.ર૦૦૦/- તથા ભારતીય દરની અલગ અલગ ચલણી નોટ કુલ રૂપિયા ૧ર૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૧,૦ર,ર૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે. તથા દારૂ મંગાવનાર આરોપી વિશાલ ઉર્ફે વિશલો વિનોદભાઈ વારીયા, રે. જામનગરવાળાની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

છકડો રીક્ષા મોટરસાયકલ સાથે અથડાતા યુવકનું મોત

જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં રૈયાભાઈ મેપાભાઈ છેલાણા, ઉ.વ.૧૬, રે. મેલાણ ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧ર-૪-ર૦રરના આરોપી છકડો રીક્ષા જેના રજી.નં. જી.જે.-૧૦-વાય-૬૮૮૮ નો ચાલક ડાયાભાઈ અરજણભાઈ મોરી, રે. કોટડાબાવીસી ગામ વાળા એ પોતાની છકડો રીક્ષા પુરઝડપે ગફલત ભરી રીતે ચલાવી મરણજનાર રોનકભાઈ મેપાભાઈ છેલાણા, ઉ.વ.૧૬ રે. મેઘપર આંબડી વાળાના મોટરસાયકલ નં. જી.જે.-૧૧-એમ.એમ.-૯૯૭પ સાથે સામેથી ભટકાડી મરણજનાર રોનકભાઈ ને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા કરી તથા જમણા હાથમાં તથા જમણા પગમાં ગંભીર ઈજા કરી મોત નિપજાવી તથા ફરીયાદી રૈયાભાઈને શરીરે છોલછાલની ઈજાઓ કરી નાશી જઈ ગુનો કરેલ છે.

(1:40 pm IST)