Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

અમરેલી માર્કેટ યાર્ડના વેપારી આર.વી.એન્‍ડ કાું.ને કપાસની જાહેર હરરાજી બાદ ભાવફેર કરતા રૂા.૧ લાખનો દંડ અને ૧ માસ સુધી લાયસન્‍સ સ્‍થગીત કરતાઃ પી.પી.સોજીત્રા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૧૩: માર્કેટ યાર્ડના વેપારી આર.વી.એન્‍ડ કાુ.ના ભાગીદાર જગદીશભાઇ સેલાણી તથા મનીષભાઇ સેલાણી દ્વારા તા.૮-૪-રરના રોજ સતાસીયા બ્રધર્સમાં રમુભાઇ આલાભાઇ સાણસુર રહે. વેવળાવદરનો કપાસ રાુ. ર૧૮૬ માં વેચાયેલ જે આર.વી. એન્‍ડ કાુ.એ રાખેલ કપાસનો વેબ્રીજ થઇને આર.વી.એન્‍ડ કાુ.ના ઢગલામાં કપાસ ભેળવી દીધા બાદ જગદીશભાઇ સેલાણીએ રૂા. ર૧૬૦ ની ચીઠ્ઠી આપેલ. જેથી ખેડુતે ખુબ ધડ કરવા છતા વેપારીએ રૂા. ર૬ કાપીને જ ચીઠ્ઠી આપેલ. ચીઠ્ઠી લઇને ખેડુત સતાસીયા બ્રધર્સમાં પૈસા લેવા ગયેલ જેથી રાજુભાઇએ આર.વી.એન્‍ડ કાુ.ના ભાગીદાર મનીષભાઇ સેલાણીને ફોન કરી કહેલ કે હું આ પૈસા નહી ચુકવુ કારણ કે સંસ્‍થાએ ભાવફેર પ્રથા બંધ કરેલ હોય જેથી મને પણ રૂા. ૧ લાખનો દંડ થાય તમારે પુરા ભાવની જ ચીઠ્ઠી આપવી પડશે. જેથી મનીષભાઇ સેલાણીએ ખીજાઇને રૂ). ર૧૬૦ ઉપર લીટો મારીને રૂા. ર૧૮૬ નો ભાવ કરી આપેલ અને સતાસીયા બ્રધર્સને ધમકી આપેલ કે હવે હું તારામાં નહી બોલુ

આમ ઉપરોકત તમામ હકિકતની લેખીત ફરીયાદ સતાસીયા બ્રધર્સે તા.૯-૪-રરના રોજ ચેરમેનશ્રી પી.પી.સોજીત્રાને કરતા તેઓએ તરત જ આ બાબતની ઇન્‍કવાયરી આસી. સેક્રેટરી શ્રી પરેશ પંડયાને સોંપેલ તેઓએ ફરીવાર સતાસીયા બ્રધર્સનું લેખીત નિવેદન, ખેડુતશ્રી રમુભાઇ આલાભાઇ સાણસુરનુ લેખીત નિવેદન લીધેલ. ઉપરાંત આર.વી.એન્‍ડ કાુ.નું લેખીત નિવેદન લીધેલ જેઓએ આ બાબતને નકારી કાઢેલ. પરંતુ ખેડુતનું નિવેદન, સતાસીયા બ્રધર્સનું નિવેદન ઉપરાંત સીસીટીવી ફુટેજ અને ભાવફેરની ચીઠ્ઠી આ તમામ પુરાવાઓ જોતા આર.વી.એન્‍ડ કાુ. દ્વારા ભાવફેર કરેલ હોવાનું સાબીત થતા તા.ર૮-ર-રરના રોજ ઠરાવ નં.૧૬ થી બોર્ડ મીટીંગમાં ભાવફેર બાબતે દંડની કરેલ જોગવાઇ મુજબ તેમજ ચેરમેનશ્રીને આપેલ અધિકાર મુજબ શ્રી પી.પી.સોજીત્રાએ ખેડુતોમાં હિતનું રક્ષણ કરવા અને આવા વેપારીઓને દાખલારૂપ સજા કરવાનો નિર્ણય કરતા રૂા. ૧ લાખનો દંડ તેમજ તા.૧૮-૪-રર થી ૧૭-પ-રર સુધી એક માસ લાયસન્‍સ સ્‍થગીત કરી અમરેલી માર્કેટ યાર્ડના ઇતિહાસમાં આજ દિન સુધીનો ઐતિહાસિક દંડ અને સજા કરવામાં આવેલ છે. તેમ માર્કેટ યાર્ડના સેક્રેટરી તુષાર હપાણીએ જણાવેલ છે.

(4:34 pm IST)