Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

જુનાગઢમાં કારમાં બેસી આઇપીએલનો ક્રિકેટ સટ્ટો ખેલતા શખ્‍સની ધરપકડ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૩ : જુનાગઢમાં કારમાં બેસી આઇપીએલનો ક્રિકેટનો સટ્ટો ખેલતા શખ્‍સની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી રૂા.૧ં૦.ર૭ લાખનો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

જુનાગઢ એલસીબીના પી.આઇ.એચ.આઇ.ભાટીના માર્ગદર્શનમાં એ.એસ.આઇ. શબીરખાન વગેરે જુનાગઢમાં પેટ્રોલીગમાં હતા, ત્‍યારે ગીરીરાજ સોસાયટી મેઇન રોડ ઉપર વરના કારમાં વિમલ વિકી દેવાનંદ હરવાણી શંકાસ્‍પદ હિલચાલ કરતો હોવાનું જણાવ્‍યું હતુ.

આથી ક્રાઇમબ્રાંચે તપાસ કરતાં વિમલ  હદવાણી કારમાં મોબાઇલ ફોન પર આઇપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો ખેલતો હોવાનું જણાતા તેની ધરપકડ કરી હતી.

પોલીસે કાર તેમજ રૂા.૭૦ હજારની કિંમતનો મોબાઇલ વગેરે મળી કુલ રૂા.૧૦,ર૭,૦ર૦નો મુદામાલ કબ્‍જે કરી વિમલ તેમજ દેવ ગઢવી સામે કાર્યવાહી કરી હતી.

 

(1:35 pm IST)