Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

જામનગરમાં જામીન ઉપર ફરાર બનેલ આરોપી ઝડપાયો

જામનગર,તા. ૧૩ : જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચના તેમજ એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્‍કવોડના પો.સ.ઇ. એ.એસ.ગરચર તથા સ્‍ટાફના માણસો પોલીસ મહાનિર્દેશક, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્‍વેઝ ગુ.રા. ગાંધીનગરનાઓ તરફથી આપવામાં આવેલ પેરોલ ફર્લો તેમજ નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગેની ડ્રાઇવ અનુસંધાને જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.

દરમ્‍યાન જામનગર જીલ્લા જેલમાંથી પાકા કામના કેદી નં. ૨૩૦૦૪/૨૦૨૧ બાબુભાઇ બોઘાભાઇ રાઠોડ ભરવાડ રહે.ગુલાબનગર પહેલો ઢાલીળો નવી બકાલા માર્કેટ પાસે જામનગર વાળા વચગાળાના જામીન પરથી ફરાર થઇ નાસતો ફરતો રહેલ. જે આરોપીને સ્‍ટાફના  લખધીરસિંહ જાડેજા તથા ગજેન્‍દ્રસિંહ જાડેજા તથા કરણસિંહ જાડેજાએ હકિકત આધારે જામનગર શહેર ગુલાબનગરથી ઝડપી પાડી જામનગર જીલ્લા જેલ ખાતે પરત સોંપવા અંગેની તજવીજ કરવામાં આવેલ છે.

આ કામગીરી એ.એસ.આઇ ગોવિંદભાઇ ભરવાડ પો.હેડ કોન્‍સ. સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્‍લોચ, રણજીતસિંહ, મેહુલભાઇ ગઢવી, ભરતભાઇ ડાંગર, તથા પો.કોન્‍સ. મહિપાલભાઇ સાદિયા ધર્મેન્‍દ્રભાઇ વૈષ્‍ણવ તથા અરવિંદગીરી ગોસાઇ દ્વારા કરવામાં આવેલ છે.

(1:13 pm IST)