Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

મોરબી ઉંચી માંડલ ગામની ફેકટરીમાં ૯ બાળશ્રમિકોને પોલીસે મુક્‍ત કરાવ્‍યા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૩ : મોરબીમાં અનેક ફેક્‍ટરીઓમાં બાળ શ્રમિકો પાસે વેઠ કરવામાં આવતી હોવાનું જગ જાહેર છે. ત્‍યારે મોરબી તાલુકા પોલીસે ઉંચી માંડલ ગામની સીમ રામેસ્‍ટ ગ્રેનીટો એલ.એલ.પી.ની ફેકટરીમાં દરોડો પાડી ૯ જેટલા બાળ શ્રમિકોને મુક્‍ત કરાવ્‍યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દામીનીબેન પટેલે મોરબી તાલુકા પોલીસને સાથે રાખીને ઉંચી માંડલ ગામની સીમ રામેસ્‍ટ ગ્રેનીટો એલ.એલ.પી.ની ફેકટરીમાં દરોડા પાડ્‍યા હતા. જયાં નવ બાળકો ૧૮ વર્ષથી નીચેની ઉમરના સગીર વયના હોવાનુ જાણતા હોવા છતા બાળક/બાળકીઓને શ્રમયોગીઓને મજુરીકામ કરાવતા મળી આવ્‍યા હતા. જેથી પોલીસે બધા બાળકોને મુક્‍ત કરાવ્‍યા હતા. અને ફરાર આરોપી રાજુ, ગણેશ, બાપુશીંગ અને શંકર વિરૂદ્ધ બાળ અને તરુણ કામદાર (પ્રતિબંધ અને નિયમન) ૧૯૮૬ (સને.૨૦૧૬ મા સુધાર્યા અનુસાર) ની કલમ ૩(એ), ૧૪ મુજબ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:08 pm IST)