Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

લાયન્‍સ કલબ દ્વારા અમરેલીમાં સેમીનાર યોજાયો

અમરેલી : લાયન્‍સ ક્‍લબ ઓફ અમરેલી સીટી અને બી આર સી ભવન બાબરા માં TTW સેમિનાર યોજાયો જેમાં આરોગ્‍ય સમિતિ ના ચેરમેન અને પૂર્વ પ્રમુખ લાયન જીતુભાઇ ડેર. શિક્ષણ સમિતિ ના ચેરમેન વિપુલભાઈ દુધાત ઇન્‍ટરનેશનલ ટ્રેનર યોગેશભાઈ પોટા DCS લાયન જયેશભાઇ પંડ્‍યા. PRO પ્રો એમ. એમ. પટેલ GST લાયન પરેશભાઈ કાનપરીયા DC.લાયન્‍સ કવેસ્‍ટ લાયન રાકેશભાઈ નાકરાણી.પ્રો લાયન મહેશભાઈ પટેલ ટ્રેઝરર લાયન રિધેષ નાકરાણી TPEO શ્રી સોનિયાબેન કોટડીયા. BRC નીતિનભાઈ ચાવડા. ઇન્‍ચાર્જ કે. ની બી વી દોમડીયા તેમજ દાતા શ્રી અશોકભાઈ બારૈયા અને પ્રકાશભાઈ રાઠોડ.લાયન્‍સ ક્‍વેસ્‍ટ ટ્રેનિંગ માં ઉપસ્‍થિત માં TTW નો સેમિનાર બી.આર. સી. ભવન બાબરા યોજાયો જેમાં બાબરા અને આજુબાજુ ની પ્રાથમિક શાળા ૩૫ શિક્ષક ભાઇ-બહેનો એ ટ્રેનિંગ માં જોડાયા હતા બે દિવસ ના લાયન્‍સ ક્‍વેસ્‍ટ માં વિદ્યાર્થી નું ઘડતર વિશે ની બૂક્‍સ આપવામાં આવી અને ખુબજ સારો અને રસપ્રદ TTW નો સેમિનાર સફળતા પૂર્વક સંપન્નથયો તેમ ક્‍લબ ના સેક્રેટરી લાયન સાહસ ઉપાધ્‍યાયની યાદીમાં જણાવેલ છે. (તસ્‍વીર : અહેવાલ : અરવિંદ નિર્મળ, અમરેલી) (૯.૧ર)

હિંમતનગરની ઘટના મુદ્‌્‌ે ષડયંત્રકારીઓની ધરપકડ કરોઃ ગ્‍યાસુદીન શેખ-ઇમરાન ખેડાવાલા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૧૩ :.. અમદાવાદના ધારાસભ્‍યો ગ્‍યાસુદીન શેખ, અને ઇમરાન ખેડાવાલાએ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને રાજયમાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જાળવી શાંત-સદ્‌્‌ભાવનાનું વાતાવરણ જળવાઇ તેવી કાર્યવાહી કરવા માંગ કરી છે.

(1:08 pm IST)