Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

ગોંડલના વાસાવડ ગામે બોગસ ડોકટર રમેશ માળવીને એસઓજીએ ઝડપી લીધો

ડિગ્રી વગર જ કલીનીક ખોલી દર્દીના જીંદગી સામે ચેડો કરતો'તો : દવા સહિતનો જથ્‍થો કબ્‍જે

રાજકોટ તા. ૧૭ : ગોંડલના વાસાવડ ગામે રૂરલ એસઓજીએ ટીમે દરોડો પાડી મેડીકલની ડિગ્રી વગર કલીનીક ચલાવતા બોગસ ડોકટરને ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિઓ સદંતર બંધ કરવા માટે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઇન્‍સ્‍પેકટર એસ.એમ.જાડેજા તથા પો.સબ. ઇન્‍સ. એચ.એમ.રાણાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. બ્રાંચના સ્‍ટાફ ગોંડલ તાલુકા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પો.હેડ. કોન્‍સ. જયવિરસિંહ રાણા ગામે મોચીની પેઢી વિસ્‍તારમાં રમેશ મગનભાઇ માળવી રહે. વાસાવડ તા. ગોંડલ વાળાઓ કોઇપણ જાતની મેડીકલ ડીગ્રી ન ધરાવતો હોવા છતાં પોતાની ડોકટર તરીકેની ઓળખ આપી અને કલીનીક ચલાવે છે અને હાલે તેની પ્રેકટીસ ચાલુ હોવાની ચોક્કસ હકીકત આધારે રેઇડ કરી મજકુર ઇસમને મેડીકલ પ્રેકટીસને લગતા સામાન સાથે પકડી પાડી ગોંડલ તાલુકા પો.સ્‍ટે. ખાતે ગુન્‍હો રજીસ્‍ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

રૂરલ એસઓજીએ બોગસ તબીબના કબ્‍જામાંથી જુદા-જુદા રોગોની દવાની ટીકડીઓ ગ્‍લુકોઝના બાટલા, સીરીજ, નીડલ, ઇન્‍જેકશન તથા સ્‍ટેથોસ્‍કોપ વિગેરે મેડીકલ પ્રેકટીસને લગતો સામાન જેની કુલ કિં.રૂા. ૧૦,૧૩૧ કબ્‍જે કર્યો હતો.(૨૧.૧૯)

તસ્‍વીરમાં પકડાયેલ બોગસ ડોકટર અને દવાનો જથ્‍થો નજરે પડે છે.

(1:07 pm IST)