Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

તુ મારી ચાની લારીએ આવતો નહિ તેમ કહી યુવકને ઢીબી નાંખ્‍યો : મોરબીનો બનાવ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૩ : મોરબીમાં નજીવી બાબતે ઝગડો અને મારા-મારીના કિસ્‍સા સામે આવી રહ્યા છે. જયાં ગઈકાલે ‘તું મારી ચા ની લારીએ આવતો નહી' કહી લારીધારકે યુવકને ઢોરમાર મારતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી ગાંધીચોક પાસે ફરિયાદી રાજુ કુંડા ચા પીવા ગયો હતો. એ સમયે આરોપી જીવણ રબારીએ ફરિયાદીને તુ મારી ચા ની લારીએ આવતો નહી તેમ કહી ફરી.ને ભુંડા બોલી ગાળો આપી શરીરે મુંઢ માર મારી આરોપીએ પોતાના હાથમાં પહેરેલ કડુ ફરી.ને માથામા કપાળના ભાગે મારી ઘાયલ કરતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસે આઇ.પી.સી કલમ-૩૨૩, ૩૨૪, ૫૦૪, મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇકની ઉઠાંતરી

મોરબીના શનાળા રોડ યુવકે બાઇક પાર્ક કર્યુ. નંદલાલ ગોપાણીએ શનાળા રોડ સુપર માર્કેટની બાજુમાં માધવ માર્કેટ સામે ગ્રાઉન્‍ડમાં હિરો સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મોટર સાયકલ નં. જીજે૩૬-એબી-૩૩૩૫ કિં.રૂા. ૩૦,૦૦૦ વાળુ મોટરસાયકલ પાર્ક કર્યું હતું. જ્‍યાંથી કોઇ અજાણ્‍યા ઇસમ ચોરી કરી જતા એ ડિવીઝન પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.

(1:04 pm IST)