Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

જામનગરમાં ૩૭ હજારની ચોરી કરનાર અજય ઉર્ફે અજલો બચ્‍છા ઝડપાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૩ : જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ એ અનડીટેકટ ગુન્‍હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.એસ.ચાવડાના માર્ગદર્શન મુજબ સીટી સી ડીવી પો.સ્‍ટે.ના પોલીસ ઇન્‍સ. કે.એલ.ગાધે.ની સુચનાથી થી ડી-સ્‍ટાફ પો.સબ.ઇન્‍સ. આર.એલ.ઓડેદરા તથા પોલીસ સ્‍ટાફના માણસો સાથે જામનગર સીટી સી ડીવી પો.સ્‍ટે. વિસ્‍તારમાં ચોરીના અનડીટેકટ ગુન્‍હાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા તેમજ પોકેટ કોપ એપ્‍લીકેશનની મદદ દ્વારા વાહન માલીકની વિગત મેળવી આરોપીની તપાસ કરેલ દરમ્‍યાન પો.હેડ. કોન્‍સ. પ્રવિણભાઇ બાબુભાઇ ખોલા તથા પો.કોન્‍સ. મહેન્‍દ્રસિંહ મહીપતસિંહ જાડેજાને બાતમીદાર મારફતે હકીકત મળેલ હતી.

જેથી અજય ઉર્ફે અજલો રાજેન્‍દ્રભાઇ બચ્‍છા જાતે લોહાણા (ઉવ.૨૪) ધંધો રી.ડ્રા. રહે. વસંતવાટીકા શેરી નં. ૮, રણજીતસાગર રોડ, જામનગર હાલ રહે, જેલરોડ,વજીરપરા જામનગરની રોકડ રૂપિયા ૩૨,૦૦૦ તથા બ્‍લુ કલરનું હીરો કંપનીનું  મેસ્‍ટ્રો જેના રજી નં. જી.જે. ૧૦.ડી.એફ. ૩૧૨૦, કી.રૂા. ૨૫,૦૦૦ સાથે ધરપકડ કરી છે.

આ કાર્યવાહી સીટી સી ડીવી પો.સ્‍ટે.ના પોલીસ ઇન્‍સપેકટર કે.એલ.ગાધે તથાન પો.સબ. ઇન્‍સ. આર.એલ.ઓડેદરા તથા પો.હેડ કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ ગજેન્‍દ્રસિંહ ઝાલા, તથા પ.હેડ. કોન્‍સ. પ્રવિણભાઇ બાબુભાઇ ખોલા તથા પો.હેડ. કોન્‍સ. જાવેદભાઇ કાસમભાઇ વજગોળ તથા પો.હેડ. કોન્‍સ. પ્રદીપસિંહ ફતેસિંહ જાડેજા તથા પો.કોન્‍સ. મહેન્‍દ્રસિંહ મહીપતસિંહ જાડેજા તથા પો.કોન્‍સ. રવિભાઇ ગોવિંદભાઇ શર્મા તથા પો.કોન્‍સ. વિજયભાઇ બળદેવભાઇ કાનાણી તથા પો.કોન્‍સ.  પ્રદીપસિંહ નિર્મળસિંહ રાણાએ કરેલ છે. (તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(1:04 pm IST)