Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

કોયલાણા ગામનો હાઇવે ટચ માર્ગ પ્રશ્‍ને ઉગ્ર આંદોલનની ચીમકી

(કમલેશ જોષી દ્વારા) કેશોદ, તા.૧૩: કોયલાણા ડીવાઈડર સર્વિસ રોડ ઓવરબ્રીજની બાબતે આવેદનપત્ર આપી બે દિવસ બાદ સાતેક ગામોના લોકો ઉપવાસ આંદોલન કરશે જરૂર જણાયે ઉગ્ર આંદોલન રોડ ચક્કાજામ કરવાની પણ ચિમકી ઉચ્‍ચારી છે.

જેતપુર-સોમનાથ નેશનલ હાઈવેના કોયલાણા ગામ નજીકના ભાગે કેશોદ તાલુકાના પાણખાણ એપ્રોચ રસ્‍તો ટચ થાય છે આ પાણખાણ એપ્રોચ રસ્‍તાનો કાયમી ઉપયોગ કોયલાણા પાણખાણ સહીત પાંચથી વધુ ગામો સહીત કેશોદ માંગરોળના તાલુકાના ગામોના લોકો વાહન વ્‍યવહાર કરેછે કોયલાણા ગામેથી પસાર થતો જેતપુર સોમનાથ નેશનલ હાઈવેનું નિર્માણ અંદાજે વર્ષ ૨૦૧૫ માં કરવામાં આવેલ છેજયારે આ નેશનલ હાઈવેનુ કામ શરૂ હતુ ત્‍યારે આ વિસ્‍તારના તમામ સરપંચશ્રીઓ ગ્રામ્‍ય આગેવાનો વાહન ચાલકો અને જાહેર જનતા દ્વારા સર્વિસ રોડ ડીવાઈડર કે ઓવરબ્રીજ આપવા રજુઆતો કરેલ હતી તેમ છતા કોઈ જાતનું નીરાકરણ કરેલ નથી જેથી છેલ્લાં સાતેક વર્ષમાં પંદરથી વીસ લોકોના અકસ્‍માતમાં મૃત્‍યું પામ્‍યાં છે અને વીસથી પચ્‍ચીસ લોકો અકસ્‍માતથી કાયમી અંપગતતાનો ભોગ બન્‍યા છે. આ બાબતે  પ્રતીનીધીઓને સ્‍થળની રૂબરૂ મુલાકાત કરાવી વાસ્‍તવિક પરિસ્‍થિતીઓથી વાકેફ કરેલ છે પરંતુ જીવલેણ પ્રાણ પ્રશ્નનો કોઈ નક્કર ઉકેલ કે નિર્ણય થયેલ નથી જેવી રજુઆત સાથે ડે. કલેકટર અને મામલતદારને આવેદનપત્ર આપ્‍યું હતું.

આવેદનપત્રમાં એવુ પણ જણાવ્‍યું હતું કે આ પ્રશ્ને આગામી પંદર તારીખથી આશરે સાતેક ગામના લોકો ઉપવાસ ઉપર બેસવાના છે તેમજ આ વિસ્‍તારની જાહેર જનતા આગેવાનો દ્વારા રસ્‍તા રોકો આંદોલન કરવામાં આવશે

(1:02 pm IST)