Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

વહેલી સવારે વાદળા અને પવનનાં સુસવાટા બાદ આખો દિ' ઉકળાટ

રાજકોટ, તા., ૧૩: રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે વહેલી સવારે વાદળા અને પવનના સુસવાટા બાદ આખો દિવસ ઉકળાટનો અનુભવ થઇ રહયો છે.

દરરોજ સવારે સુર્ય નારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને બપોરના સમયે ધોમધખતા તાપનો અનુભવ થાય છે.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ૩૯ મહતમ ર૪ લઘુતમ ૮૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૦ પ્રતિ કલાક પવનની ગતી રહી હતી.

(1:01 pm IST)