Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

વિંછીયા તાલુકાના અજમેર ગામે શનિ- રવિ શ્રી રામદેવપીર મહારાજનો ભવ્‍ય પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્‍સવ

સમસ્‍ત સોહલા પરિવાર દ્વારા નગરયાત્રા, મહાપ્રસાદ ભગવાનની પ્રાણ પ્રતિષ્‍ઠા, હવન વગેરે કાર્યક્રમો

રાજકોટઃ  સમસ્‍ત સોહલા પરિવાર દ્વારા ભગવાન શ્રી રામદેવપીર મહારાજના મંદિરના પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવનું રાજકોટના વિંછીયા તાલુકાના અજમેર ગામે આગામી તા.૧૬ અને ૧૭ એપ્રિલના રોજ ભવ્‍યાતિભવ્‍ય આયોજન કરાયું છે. જેમાં તારીખ ૧૬ ના રોજ દેહ શુદ્ધિ તથા હિમાદ્રી સવારે ૭ કલાકે, ગણપતિ પૂજન તથા આહવાન સવારે ૯  કલાકે, પ્રધાન હોમ તથા નગરયાત્રા બપોરે ૨ કલાકે તેમજ રામામંડળ નો કાર્યક્રમ રાત્રે ૮ કલાકે યોજાશે. જ્‍યારે તારીખ ૧૭ને રવિવારના રોજ બપોરે ૧  કલાકે મહાપ્રસાદનું ભવ્‍ય આયોજન કરાયું છે. જ્‍યારે મૂર્તિઓનું જલાધીવાર તથા સ્‍નયન વિધિ, મૂર્તિઓની વ્‍યાસ વિધિ સાથે ભગવાનની પ્રાણ પ્રતિષ્‍ઠા બપોરે ૧૨:૩૯ કલાકે યોજાશે. જ્‍યારે બપોરે ૨  બીડું હોમાશે સાથે બે ૨:૩૦ કલાકે ભવ્‍ય આરતી તથા મહોત્‍સવનું સમાપન યોજાશે.

આ પ્રસંગે મહંત શ્રી રામ બાપુ, મહંત શ્રી હરિ ભગત, મહંત શ્રી દાદ બાપુ, મહંત શ્રી વિજય ભગત અને મહંત શ્રી કનૈયા બાપુ પધારી આશીર્વાદ પાઠવશે. સોહલા પરિવાર દ્વારા આયોજીત શ્રી રામદેવપીર મંદિરના આ ભવ્‍ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવ પ્રસંગે દર્શનનો લાભ લેવા અને મહાપ્રસાદ લેવા આમંત્રણ અપાયું છે. યજ્ઞના આચાર્યપદે શાષાી શ્રી દિલીપભાઈ રાવલ રહેશે. આ તકે માલાબાપા પરિવારના સ્‍વ. જોધાભાઈ માલાભાઈ સોહલા, સ્‍વ. ખેંગારભાઇ માલાભાઈ સોહલા, ચોથાભાઇ માલાભાઇ સોહલા, ઘુઘાભાઇ માલાભાઈ સોહલા, સ્‍વ.મેપાભાઇ માલાભાઈ સોહલા, હીરાભાઈ

(12:59 pm IST)