Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

અમરેલી જીલ્લાના મનો દિવ્‍યાંગ બાળકો આઝાઘ્‍ી અમૃત મહોત્‍સવના વર્લ્‍ડ રેકોર્ડમાં સહભાગી બન્‍યા

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી,તા. ૧૩: દેશમાં આઝાદી કા અમૃત મહોત્‍સવ ધામધુમથી ઉજવાઇ રહ્યો છે. આ ઉત્‍સવ પૈકી ગુજરાતમાં અમદાવાદ ખાતે સ્‍પેશ્‍યલ ઓલમ્‍પીક અમરેલી જિલ્લામાંથી મનો દિવ્‍યાંગ બાળકો બહોળી સંખ્‍યામાં ભાગ લઇ ગુજરાતનું તથા દેશનું નામ રોશન કરી વર્લ્‍ડ રેકોર્ડ સર્જી ગીનીસ બુકમાં સ્‍થાન મેળવ્‍યુ હતું.

વર્લ્‍ડ હેલ્‍થ દિવસના અમદાવાદ ખાતે કર્ણાવતી યુનિવર્સીટીમાં ૪૫૦૦ જેટલા મનો દિવ્‍યાંગ બાળકોનું સ્‍ક્રીનીંગ કરવામાં આવ્‍યુ હતું. જેમાં આંખ, દાંત, રમત માટેની ફરી સ્‍કીલ ક્રીનીંગ કરાવવામાં આવ્‍યુ હતુ. આમા અમરેલી જિલ્લાના બહોળી સંખ્‍યામાં મનો દિવ્‍યાંગ બાળકોએ યુવક, યુવતીઓએ પણ ભાગ લીધો હતો.

આઝાદી કા અમૃત મહોત્‍સવમાં યોજાયેલા આ કાર્યક્રમમાં દેશ અને દુનિયામાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યુ હતું.

એકી સાથે રાજયભરના ૭૫૦૦ જેટલા મનો દિવ્‍યાંગ યુવક-યુવતીએ ભાગ લઇ વર્લ્‍ડ રેકોર્ડ સર્જી દુનિયામાં ગીનીસ બુકમાં પ્રથમ સ્‍થાન પણ મેળવ્‍યુ હતું. જેમાં અમરેલી જિલ્લાના બાળકોએ ભાગ લઇ ગુજરાતનું નામ રોશન કાર્યું હતું. સાથે સાથે પીકનીકનું પશ આયોજન કરવામાં આવેલું.

આ કાર્યક્રમનું સમાપન નરેન્‍દ્ર મોદી સ્‍ટેડીયમ- મોઢેરા ખાતે કરવામાં આવ્‍યું. જેમાં રાજયપાલશ્રી, મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ અને મંત્રીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. જયા મનો દિવ્‍યાંગ બાળકોને વધુ એકવાર રમતનું સ્‍ક્રીનીંગ કરવામાં આવ્‍યુ. આ સમગ્ર કાર્યકૂમનું સંચાલન જિલ્લાના મેનેજરશ્રી વત્‍સલકુમાર ચૌધરી અને ટ્રસ્‍ટી દિલીપભાઇ પરીખના માર્ગદર્શનમાં અમરેલી જિલ્લો સહભાગી બન્‍યો હતો.

(12:57 pm IST)