Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

અમરેલીના દેવળીયા નજીક એકટીવા ખાળીયામાં પડતા વૃધ્‍ધનું મૃત્‍યુ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૩ :.. દેવળીયાના પાટીયા અને શેત્રુંજીના નદીના પુલની વચ્‍ચે ધીરૂભાઇ પરસોતમભાઇ સાવલીયા ઉ.૬પ રહે. રાજસ્‍થળીવાળા તા. ૧૧-૪ ના એકટીવા લઇ કરીયાણું લેવા અમરેલી આવેલ અને પરત રાજસ્‍થળી જતા હતા ત્‍યારે બપોરના પુરઝડપે એકટીવા ચલાવતા કાબુ ગુમાવતા સ્‍લીપ થઇ જતા ખાળીયામાં પડતાં માથામાં અને શરીરે ગંભીર ઇજા પહોંચતા મૃત્‍યુ નિપજયાનું મધુભાઇ પરસોતમભાઇ સાવલીયાએ અમરેલી રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

વાસીયાળીમાં સગીરાને ભગાડી જવાઇ

સાવરકુંડલા તાલુકાના વાસીયાળી ગામે રહેતી સગીરાને સુરતના અક્ષય અશ્વિનભાઇ જાદવ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી ગયાની સગીરાને માતાએ વંડા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ટોડા નજીક ફોર વ્‍હીલે બાઇકને હડફેટે ચડાવ્‍યું

લાઠી તાલુકાના ટોડા ગામ નજીક ભરતભાઇ રાણાભાઇ આલગોતરા (ઉ.ર૪) રહે. જરખીયા તેમજ ભરતભાઇ ગોરખભાઇ બંધીયા બાઇક નં. જીજે-૧૪ એચ. ૧૯૧૮ લઇને જતા હતા ત્‍યારે ગઢડા તાલુકાના મેઘવારી ગામના જગદીશ માનસંગભાઇ ચાવડાએ સ્‍વીફટ કાર જીજે ૧૩ સીસી ૩૩૩૩ પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી બાઇક સાથે અથડાવી ભરતભાઇને મુંઢ ઇજા કરી બાઇક ચાલક ભરતભાઇ બંધીયાને પગમાં તથા માથામાં ગંભીર ઇજા કરી નાસી ગયાની લાઠી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

દામનગરમાં બે  જૂથ વચ્‍ચે મારામારી

દામનગરમાં જુલીબેન રહીમભાઇ ટાંક ઉ.૬૦ ના દિકરા અફજલ સાથે આદમ કાળાભાઇ પરમારને ગાળાગાળી થયેલ હોય જેથી તેને સમજાવવા જતા આદમ કાળાભાઇ પરમાર, આસીફ ઉર્ફે ભુરો આદમભાઇ, ઇમરાન આદમભાઇએ ગાળો બોલી ઢીકાપાટુનો માર માર્યાની દામનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે જયારે સામાપક્ષે આદમભાઇ કાળાભાઇ પરમાર, ઉ.પ૩ ઠપકો આતવા જતા અફજલ જમાલભાઇ ટાંકેગાળો બોલી ઢીકાપાટુનો માર મારી છકડો રીક્ષાની હેડલાઇનો કાચ તોડી રૂા. ૧૦૦૦ નું નુકસાન કર્યાની દામનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(12:54 pm IST)