Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

યુવરાજસિંહ સામેનાં ખોટા કેસ પાછા ખેંચો-ધરપકડ મુકત કરોઃ લોધીકા તાલુકાના રાજપુત ક્ષત્રીય સમાજ

મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરતા આગેવાનો

(સલીમ વલોરા દ્વારા) લોધીકા, તા., ૧૩: લોધીકા તાલુકા રાજપુત ક્ષત્રીય સમાજના પ્રમુખ જયપાલસિંહ દિલાવરસિંહ સરવૈયા(લોધીકા), યુવા પ્રમુખ વનરાજસિંહ સુજાનસિંહ જાડેજા (દોમડા) સહીતનાએ મામલતદારને આવેદનપત્ર પાઠવીને યુવરાજસિંહ સામેના કેસો પાછા ખેંચીને ધરપકડ મુકત કરવા માંગ કરી છે.
વધુમાં જણાવ્‍યું છે કે, આપણા રાજયના યુવાઓના પ્રશ્નો રજુ કરતા યુવરાજસિંહ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં સરકારી ભરતીઓમાં થતા કૌભાંડોને પ્રકાશીત કરીને એક રીતે ગુજરાત સરકારની મદદ જ કરે છે. એમને ન્‍યાય આપીને સરકારે સાચા ગુનેગારોને પકડવા જોઇએ અને યુવરાજસિંહ પર ગાંધીનગર પોલીસ દ્વારા ખોટી રીતે ગુનામાં લગાવેલ ૩૦૭ એન્‍ડ ૩૩ર જેવી કલમો હટાવીને એમની ધરપકડમાંથી મુકત કરવા જોઇએ.
સમગ્ર  ગુજરાતની સર્વ સામાજીક સંસ્‍થાઓ દ્વારા તાત્‍કાલીક યુવરાજસિંહ પર લગાવેલ ગુનાઓ દુર કરવામાં આવે અને એમને રીલીજ કરવામાં આવે એની માંગણી કરવામાં આવે છે. સમગ્ર ગુજરાત રાજપુત (ક્ષત્રીય) સમાજની સાથે સર્વે સમાજ, લાખો વિદ્યાર્થીઓ, યુવરાજસિંહ જાડેજાની સાથે  છે અને જરૂર પડશે ત્‍યાં એમના માટે લડત  પણ આપશે.
ભાવેશ વાગડીયા, ઇમરાન દોઢીયા, મહેન્‍દ્રસિંહ જાડેજા, રાજ વેકરીયા, હર્ષ પાલા, નિશાંતવાળા, જીતેન્‍દ્રસિંહ  જાડેજા, સત્‍યજીતસિંહ, રાહુલ ગુજરાતી સહીત ઉપસ્‍થિત રહયા હતા.

 

(12:04 pm IST)