Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

જસદણઃ એટ્રોસીટી કેસમાં આરોપીઓની જામીન અરજી મંજૂર

જસદણ,તા. ૧૩: એસ્‍ટ્રોસીટીના ગુનામાં નોંધાયેલ આરોપીઓને જામીન પર છોડવાનો હુકમ કરતી રાજકોટની સેશન્‍સ કોર્ટ કર્યો હતો.
આ કામની વિગત એવી છે કે રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના ગુંદાળા ગામમાં રહેતા ફરિયાદી મગનભાઈ પરમાર સાથે આ જ ગામનાᅠ શક્‍તિભાઈ જેજરીયા અને જયસુખભાઇ કટેશીયા સાથે ઝદ્યડો થયેલ અને બનાવની દ્યટના આધારિત વિછીયા પોલીસ સ્‍ટેશનમાં સામાવાળા સામે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૧૦,૧૧૪ તથા એટ્રોસીટી એક્‍ટ કલમ ૩ (૧) (આર) એસ, ૩ (૨), (૫-એ) તથા જી.પી. એક્‍ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધાયેલ. જે ગુના આધારિત પોલીસ કાર્યવાહી બાદ રાજકોટ સેશન્‍સ કોર્ટમાં ચાર્જશીટ રજુ થતા આરોપીઓના એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા દલીલો રજૂ કરવામાં આવેલ અને રાજકોટની સેશન્‍સ કોર્ટ દ્વારા એટ્રોસીટીના ગુનામાં નોંધાયેલ આરોપીઓને જામીન પર છોડવાનો હુકમ કરવામાં આવેલ.
આરોપીઓ તરફે રાજકોટની સેશન્‍સ કોર્ટેમાં રાજકોટ જિલ્લાના જસદણ શહેરના એડવોકેટ પ્રકાશ પ્રજાપતી રોકાયેલા હતા.

 

(12:03 pm IST)