Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

અરિહંત પરમાત્‍માની મુક્‍તિ નિヘતિ કરી દીધી કેવળજ્ઞાને, પણ આપણું કેવળજ્ઞાન નિヘતિ કોણ કરશે ? : સદ્‌ગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા.

રાજકોટ તા. ૧૩ : ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક ગુરૂદેવ પૂજય શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબ નાં સુશિષ્‍ય સદગુરૂદેવ પૂજય શ્રી પારસમુનિ મહારાજ સાહેબે દિવ્‍ય સાધનાલય કાલાવડ (શીતલા) માં જણાવેલ કે તીર્થની સ્‍થાપના ભલે કેવળજ્ઞાની કરે, પણ તીર્થને ચલાવવાનું કામ તો શ્રુતજ્ઞાની કરે છે. તીર્થકર પરમાત્‍માને પ્રગટેલા કેવળજ્ઞાને આપણને તીર્થની ભેટ આપી, પણ આપણામાં તીર્થ પરિણમવાનું કયારે ? શ્રુતજ્ઞાનને આત્‍મસાત કરશું ત્‍યારે જ તો અરિહંત પરમાત્‍માની મુકિત નિશ્ચિત કરી દીધી કેવળજ્ઞાને પણ આપણું કેવળજ્ઞાન નિશ્ચિત કોણ કરશે ? નિર્મળ શ્રુતજ્ઞાન જ.
સંપતિમાં જો આ જગતની તમામ બાહ્ય સામગ્રીઓ લાવવાની તાકાત છે, તો શ્રુતજ્ઞાનમાં તમામે તમામ પ્રકારના ગુણોને પ્રગટ કરવાની તાકાત છે. આ જગતમાં શ્રુતદાનની તોલે આવી શકે તેવું એકેય દાન નથી. જો સમ્‍યક જ્ઞાન (સમજણ) જ નથી તો કેમ આપી શકે ? અભયદાન ? સમાધિદાન ? સંપતિદાન ? અનુકંપાદાન ? સંતતીદાન ?
શ્રુતજ્ઞાનના દાતા છે ઉપાધ્‍યાય, અરિહંત પરમાત્‍માને પણ વિશેષાશ્‍યક ભાષ્‍યમાં ગણધરોને ત્રિપદી આપવા દ્વારા ઉપાધ્‍યાય કહ્યા છે. ઉપાધ્‍યાય ગુરૂતત્‍વમાં કેન્‍દ્રસ્‍થાને છે. જે સ્‍વયં તો શાષાોમાં પારંગત અને અનેકને શાસ્ત્રજ્ઞાન (શ્રુતજ્ઞાન) માં પારંગત બનાવવા સદા તત્‍પર હોય છે.ᅠ બીજનું ગૌરવ બીજને રાખી મુકવામાં નથી પણ ધરતીમાં રોપવામાં છે, તેમ સમ્‍યકજ્ઞાનનું ગૌરવ પોતાની પાસે રાખી મુકવામાં નથી પણ યોગ્‍ય જીવોને આપવામાં છે.
જ્ઞાનસારમાં ઉપાધ્‍યાય યશોવિજયજી કહે છે કે શાષાો પુરસ્‍કૃત તસ્‍માત્‌ વીતરાગ : પુરસ્‍કૃત :     અર્થાત્‌ જો તમે શાષાને આગળ કરો છો તો હકીકતમાં વીતરાગ પરમાત્‍માને જ આગળ કરો છો.
શ્રુતજ્ઞાન જીવનમાં વધશે તો જીવનના તોફાનો ઘટશે.ᅠ ઘરની સફાઈ જેમ રોજ જરૂરી છે તેમ આત્‍માની સફાઈ કરવા રૂપ પ્રતિક્રમણ કરવું પણ જરૂરી છે. સર્વે એ સંવરની સાધના વધારી સૂક્ષ્મ તાકાત અને પુણ્‍યાનુબંધી પુણ્‍ય તથા મહાનિર્જરા વધારવી જોઈએ. ધર્મના નામે ઘણું બધું ચાલે છે, પણ ધર્મ નથી ચાલતો. જીવનમાં ધર્મને અપનાવો. ધર્મી કહેવડાવવાની ઈચ્‍છા સૌ કોઈ રાખે છે પણ ધર્મ કરવો ગમતો નથી. વૃક્ષમાં અટવાયેલાએ પતંગને જોઈને દુઃખ થયું કે કેવી સરસ રીતે ઉડી રહ્યો હતો. તરત એવો વિચાર આવ્‍યો કે હવામાં ઉડેલી પાંખ વગરની દરેક વસ્‍તુ કયારેક અને કયાંક તો અટવાશે જ.
કર્મના સ્‍વરૂપનો વિચાર કરવાથી નમ્રતા આવે છે અને ધર્મના સ્‍વરૂપનો વિચાર કરવાથી નિર્ભયતા આવે છે.ᅠ મને એક ૧૧૯ વર્ષનાં મહંત શ્રી ગિરજાદત્તગિરિબાપુ એ નાના રતાડિયા કચ્‍છમાં જણાવેલ કે જેમ દૂર દૂરથી ભ્રમર આવીને સરોવરમાં ખીલેલા કમળનું રસપાન કરીને, સત્‍વ મેળવીને ચાલ્‍યો જાય છે, જયારે કમળની દંડી પાસે ઉગેલા પાન ઉપર દેડકો બેસીને શેવાળ જ ખાતો રહે છે.ᅠ તેમ દૂર પ્રદેશથી આપ આવીને સાધનાની સિદ્ધિઓનું રસપાન અમારી પાસેથી મેળવીને સત્‍વ અને શકિતઓ પ્રાપ્ત કરી ચાલ્‍યા જશો.

 

(12:01 pm IST)