Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

મોરબીમાં મિત્રની હત્‍યા કરવા અંગે પકડાયેલા અન્‍ય બે મિત્રોને આજીવન કેદની સજા ફટકારતી અદાલત

ટ્રેનની મુસાફરી દરમ્‍યાન ૮૦૦૦મી રોકડ રકમનું પાકીટ મળી આવતા ભાગ બટાઇમાં ડબ્‍બો થતાં મિત્રો દ્વારા હત્‍યા થયેલ હતી : કેસ સાબિત થતાં કોર્ટે સજા સાથે દંડ પણ ફટકાર્યો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૧૩: મોરબીમાં યુવાન મિત્રના હત્‍યા કેસ મામલેᅠ મોરબી પ્રિન્‍સીપાલ ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ જજની કોર્ટે બે આરોપીને કસુરવાન ઠેરવી બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તે ઉપરાંત બંને આરોપીઓને રૂ ૧૦,૦૦૦ નો દંડ ચુકવવા પણ આદેશ કરવામાં આવ્‍યો છે
આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ તા ૧૭-૦૬-૨૦૧૮ ના રોજ મૃતક મહેશભાઈ મુન્નાભાઈ બધુંરીયા (ઉ.વ.૨૦) અને અજય ઉર્ફે ચીનો જગદીશ રાવલ તેમજ શૈલેશ ઉર્ફે તિતલી પોપટ ઉર્ફે ભોલો ઉર્ફે એલિયન રણછોડભાઈ ચાવડા એમ ત્રણેય મિત્ર હોય જે જેતપુરથી રાજકોટ ટ્રેનમાં આવતી વખતે મહેશભાઈને ટ્રેનમાં મુસાફરી કરતા એક ભાઈનું પાકીટ મળ્‍યું હતું જેમાં રૂ ૮૦૦૦ મળી આવતા ત્રણેય મિત્રો મોરબીના યોગીનગર ધાર પર આવેલ ગુલામહુશેન અલી કટિયા ની ઓરડીએ આવી ભાગબટાઈ બાબતે બોલાચાલી થઇ હતી જેમાં આરોપી અજય ઉર્ફે ચીનો જગદીશ રાવલ તેમજ શૈલેશ ઉર્ફે તિતલી પોપટ ઉર્ફે ભોલો ઉર્ફે એલિયન રણછોડભાઈ ચાવડા એમ બંનેએ એકસંપ કરીને છરીના દ્યા મારી દઈને ગંભીર ઈજા પહોંચાડી હતી જેથી મહેશભાઈ બધુંરીયા નામના યુવાનનું મોત થયું હતું અને બાદમાં મૃતદેહ ખાડામાં ફેકી દઈને ઓરડીમાં રહેલ લોહીના ડાદ્ય કપડાઓ વડે લુછી નાખીને પુરાવાનો નાશ કર્યો હતો.
આ હત્‍યા કેસમાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસે તપાસ ચલાવી અજય ઉર્ફે ચીનો જગદીશ રાવલ તેમજ શૈલેશ ઉર્ફે તિતલી પોપટ ઉર્ફે ભોલો ઉર્ફે એલિયન રણછોડભાઈ ચાવડા એમ બંને આરોપીને ઝડપી લીધા હતા અને ચાર્જશીટ ફાઈલ કર્યા બાદ કોર્ટમાં કેસ ચાલી ગયો હતો જેમાં આજે પ્રિન્‍સીપાલ ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ જજ એ ડી ઓઝાની કોર્ટે સરકારી વકીલ વિજયકુમાર જાનીની દલીલો ઉપરાંત ૪૫ દસ્‍તાવેજી પુરાવા અને ૩૭ મૌખિક પુરાવાઓને ધ્‍યાને લઈને બંને ઇસમોને કસુરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે અને બંને આરોપીને રૂ ૧૦,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્‍યો છે.

 

(12:00 pm IST)