Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

ધોરાજીમાં કાલે આંબેડકર જયંતી, મહાવીર સ્‍વામી જયંતિએ એક જ દિવસમાં ૩ શોભાયાત્રા અને યુવા ભાજપની બાઇક રેલી : પોલીસે શાંતિ સમિતિની બેઠક બોલાવી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૧૩ : ધોરાજીમાં આવતીકાલે ૧૪ એપ્રિલ આંબેડકર જયંતી અને મહાવીર સ્‍વામી જયંતિએ એક જ દિવસમાં ૩ શોભાયાત્રાᅠ અને એક યુવા ભાજપની બાઇક રેલી ના અનુસંધાને પોલીસે શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી.
ઇન્‍સ્‍પેક્‍ટર અનિરૂદ્ધસિંહ ગોહિલે જણાવેલ કે જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સૂચનાથીᅠધોરાજીમાં શહેરમાં શાંતિ એખાલસતા જળવાઈ રહે તે હેતુથી શાંતિ સમિતિની બેઠક બોલાવેલ છે.
આ પહેલા રામ નવમી ની શોભાયાત્રા પણ ખુબ જ શાંતિ પૂર્વક યોજાઈ ગઈ જેમાં કિશોરભાઈ રાઠોડ વગેરે મહાનુભાવોએ પોલીસને સહકાર આપ્‍યો તે બદલ હિન્‍દુ મુસ્‍લિમ સમાજના આગેવાનોનો આભાર માનેલ.
આ સાથે એક જ દિવસમાં શોભાયાત્રા અને એક બાઇક રેલી યોજવાની હોય ત્‍યારે સૌ નો સહકાર જોઈશે અને સવારમાં બે શોભાયાત્રા મહાવીર સ્‍વામીની શોભાયાત્રા અને આંબેડકર જયંતીની મહિલા શોભાયાત્રા પસાર થઈ જાય તે બાબતે સહકાર આપે તેમજ બપોરે યુવા ભાજપની બાઈક રેલી અને સાંજે ધોરાજી મેઘવાળ સમાજની વિશાળ શોભાયાત્રા પસાર થઈ જાય તે બાબતે સહકાર આપવા કરી હતી.
શાંતિ સમિતિની બેઠકમાં અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા સમસ્‍ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી જૈન સમાજના અગ્રણી વીરાભાઇ સુખડિયા હિરેનભાઈ મારડિયા વિપુલભાઇ ભાવેશભાઈ શાહ, દલિત સમાજના યુવા અગ્રણી યોગેશભાઈ ભાષા અશોકભાઈ સૌંદરવા જયેશભાઇ ચૌધરી મુસ્‍લિમ સમાજનાં રિયાજભાઈ દાદાણી બોદુભાઈ ચૌહાણ વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા અને હિંદુ-મુસ્‍લિમᅠ મેઘવાળ સમાજના ત્રિવિદ્ય ઉત્‍સવો શાંતિ પુર્ણ રીતે ઉજવાય તે બાબતે ખાત્રી આપી હતી.

 

(11:59 am IST)