Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

ગોંડલ પાલિકાની વિવિધ કમિટિઓમાં ચેરમેનોની નિમણુંક : પ્રમુખ - ઉપપ્રમુખ પણ બદલાશે

વિપક્ષ વિહોણી નગરપાલિકામાં બહુમતી સદસ્‍યોને સાચવવા ભાજપ મોવડીઓએ કર્યો નિર્ણય

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૨ : નગર પાલીકામાં જનરલ બોર્ડ ની મળેલી બેઠકમાં એક વર્ષની મુદત પુર્ણ થતા વિવિધ કમીટીઓમા નવા ચેરમેનોની નિમણુંક જાહેર કરાઇ હતી. પ્રમુખ, ઉપપ્રમુખની મુદત પણ પુર્ણ થતા બન્ને એ રાજીનામા આપ્‍યા હોય હવે ની મુદત માટે આગામી સપ્તાહ મા નવા સુકાનીઓ નાᅠ નામ ભાજપ મોવડી દ્વારા સર્વાનુમતેᅠ જાહેર કરાશે. સતર એજન્‍ડા સાથે મળેલી જનરલ બોર્ડમા લાઇબ્રેરીમા ફી વધારાનો એજન્‍ડા મુલ્‍તવી રખાયો છે.લાઇબ્રેરીમાં ડીપોઝીટ તથા ફી વધારા અંગેનો નિર્ણય આગામી બોર્ડ મિટિંગમાં લેવાશે.

નગર પાલીકામાં કુલ અગીયાર વોર્ડની ચુમ્‍માલીસ બેઠકો પર કોંગ્રેસનો વ્‍હાઇટ વોસ કરી તમામ બેઠકો ભાજપે કબ્‍જે કરી હોય વિપક્ષ વિહોણી નગરપાલીકામાં સતાધારી ભાજપના ચુંટાયેલા તમામ સદસ્‍યોને ન્‍યાય મળી રહે તે હેતુથી ભાજપ મોવડી જયરાજસિંહ જાડેજા, અશોકભાઈ પીપળીયા, પ્રફુલભાઈ ટોળીયા, અલ્‍પેશભાઈ ઢોલરીયા એ એક વર્ષની મુદ્દતનો સર્વાનુમતે નિર્ણય લીધો હોય એક વર્ષની મુદ્દત પુર્ણ થતા બોર્ડ બેઠક મા ઉપસ્‍થિત શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાતે નવા ચેરમેનોની નિમણુંક જાહેર કરી હતી. જે મુજબ મહત્‍વની ગણાતી સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન તરીકે સિનીયર ગણાતા ઓમદેવસિંહ જાડેજા,બાંધકામ કમીટીમા ચંદુભાઇ ડાભી, વોટર વર્કસમા આશીફભાઇ ઝકરીયા, વિજળી શાખામાં નિલેશભાઈ કાપડીયા, મહિલા કોલેજમા અર્પણાબેન આચાર્ય, લો કોલેજ મા ખુશ્‍બુબેન ભુવાની નિમણુંક જાહેર કરી હતી,જયારે સ્‍વચ્‍છતા અંગે સરાહનીય કામગીરી દાખવનારા સેનીટેશન વિભાગના ચેરમેન હંસાબેન માધડ તથા બાલાશ્રમ કમીટીમા અનિતાબેન રાજયગુરૂને યથાવત રખાયા છે. જયારે અન્‍ય કમીટીઓમાં વાહનવ્‍યવહાર પ્રકાશભાઇ સાટોડીયા, ટાઉન પ્‍લાનિંગ મનીષભાઈ ચનિયારા, માધ્‍યમિક શિક્ષણ હર્ષદભાઇ વાઘેલા, સ્‍ટાફ સિલેક્‍શન જગદીશભાઈ રામાણી, લાઇબ્રેરી સંગીતાબેન કુડલા, બાગબગીચા રમેશભાઈ સોંદરવા, આવાસ યોજના ઉર્મીલાબેન પરમાર, એન.યુ. એલ.એમ.સોનલબેન ધડુક, વેજીટેબલ નૈનાબેન રાવલ, ભુગર્ભ રંજનબેન સરધારા, હેલ્‍થ રફીકભાઇ કૈડા, સોપીંગ સેન્‍ટર મીનાબેન જશાણી, તથા આઇટીઆઇ. કંચનબેન શિંગાળાની નિમણુંકો જાહેર કરાઇ છે. ઉપરાંત દંડક તરીકે રાજેન્‍દ્રસિંહ જાડેજા તથા શાશક પક્ષના નેતા તરીકે કૌશિકભાઈ પડાળીયાની નિમણુંક કરાઇ છે. ચિફ ઓફિસર વ્‍યાસની અધ્‍યક્ષતામા મળેલી જનરલ બોર્ડ મા તમામ ચુમ્‍માલીસ સદસ્‍યો હાજર રહ્યા હતા અને નવી નિમણુંકોને વધાવી હતી. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(11:59 am IST)