Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

ગોંડલના હડમતીયાના જયપાલસિંહે સીન જમાવવા ગેરકાયદે પિસ્‍તોલ ખરીદી'તી...

પિસ્‍તોલ-કાર્ટીસ કબ્‍જેઃ રૂરલ ક્રાઇમ બ્રાંચ દ્વારા સપ્‍લાયર વિશાલ કેવટની શોધખોળ

રાજકોટ તા. ૧૩ :.. ગોંડલના હડમતીયા ગામના ગરાસીયા યુવાનને એલસીબીએ ગેરકાયદે પિસ્‍તોલ - કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો. પકડાયેલ યુવાને સીન જમાવવા આ પીસ્‍તોલ ખરીદયાની કબૂલાત આપી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ રૂબલ ક્રાઇમ બ્રાન્‍ચનાં પીઆઇ એ. આર. ગોહીલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ. જે. રાણા, મહીપાલસિંહ જાડેજા, અનિલભાઇ ગુજરાતી, પ્રહલાદસિંહ રાઠોડને મળેલ બાતમીના આધારે હડમતીયા ના ખોડીયાર મંદિર પાસેથી જયપાલસિંહ દિગુભા જાડેજાને પરવાના વગર રાખેલ દેશી બનાવટની પિસ્‍તોલ તથા ચાર કાર્ટીસ કિંમત રૂા. ૧૦૪૦૦ સાથે ઝડપી લઇ ગેરકાયદેસર પીસ્‍તોલ આપનાર મધ્‍ય પ્રદેશનાં બડવાની જીલ્લાના કરામતપુરા રહેતા વિશાલ બહાદુર કેવટને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

પકડાયેલ જયપાલસિંહે સીન જમાવવા અને સ્‍વરક્ષણ માટે આ હથિયાર રૂા. ૧૦,૦૦૦ માં વિશાલ પાસે લીધાની કબુલાત આપી હતી. સપ્‍લાયર વિશાલ અગાઉ હડમતીયા ગામે મજૂરી કામ કરતો હતો ત્‍યારે તેની પાસેથી આ હથિયાર લીધું હતું. પકડાયેલ જયપાલસિંહને રીમાન્‍ડ પર લેવા તજવીજ હાથ ધરાઇ છે.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના એ. એસ. આઇ. મહેશભાઇ જાની, રૂપકભાઇ બોદરા, ડ્રા. એ. એસ. આઇ. અમુભાઇ વિરડા, પો. કો. નરેન્‍દ્રભાઇ દવે, સહિલભાઇ ખોખર તથા અનિરૂધ્‍ધસિંહ જાડેજા રોકાયા હતાં.

(11:59 am IST)