Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

જામજોધપુરમાં ક્રિકેટનો સટ્ટો ઝડપાયો

જામજોધપુર તા. ૧૩ :.. ક્રિકેટનો સટ્ટો પકડાયો જામજોધપુર શહેરમાં ગીગણી નાકા પાસે પાનની દુકાન નજીક આઇ. પી. એલ. મેચ પર સટ્ટો રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી રાજેશ કાન્‍તીભાઇ હરીપરા તથા જય રાજેશભાઇ ખાંટને આઇ. પી. એલ. ની ગુજરાતી તથા હૈદરાબાદની ક્રિકેટ ટીમ વચ્‍ચે રમાતા ટી-ર૦ મેચ પર એપ્‍લીકેશન માધ્‍યમથી સ્‍ટો રમતા બે મોબાઇલ તથા રર૯૪૦ ના માલ સાથે પકડી પાડેલ આ શખ્‍સોએ પોતાની પાસે કપાત કરાવતા પીરો-ટુ. જે. ગઢવી જાડો રવિ રાબડીયા ઉર્ફે પાર્ટી અને એક અન્‍ય શખ્‍સનું નામ પોલીસને આપ્‍યું છે આરોપી રાજેશે જૂગાર રમવા જય ખાંટ પાસેથી આઇ. ડી. મેળવેલ હતું જય એ પીરો-ટુ પાસેથી આઇ. ડી. લીધું હતુ અને બાકીના ચારને આપ્‍યું હતું. તેમ પોલીસની પ્રાથમિક પુછપરછમાં ખુલ્‍યુ છે.

 

(11:58 am IST)