Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

બેરોજગારીથી કંટાળી થાનગઢના પ્રૌઢે મોલડીની સીમમાં ગળેફાંસો ખાધો

ચોટીલા તા.૧૩: થાનગઢ ના પ્રોઢ કામ ધંધો ન મળતા કંટાળી ચોટીલાના નાની મોલડી સીમમાં ગળેફાંસો ખાઇ મોતને ભેટતા થાનગઢ ના બાર્બર પરિવાર પર આભ તૂટી પડયું હતું.

થાનગઢ મફતિયા પરા વિસ્‍તારમાં પાણીના ટાકા પાસે રહેતા હિન્‍દુ બાર્બર રમેશભાઇ કરશનભાઇ વાઘેલા ઉ. વ આશરે ૫૦ બે દિવસ પહેલા મોરબી તરફ કામ ની શોધમાં જવાનું જણાવી ઘરેથી નિકળેલ હતા તેઓની મંગળવારના ચોટીલા પોલીસને નાની મોલડી નજીક આવેલ સમરાવેલ રીઝર્વ ફોરેસ્‍ટ વીડ માં લીમડાના ઝાડની ડાળી સાથેᅠ રૂમાલનો ફાસો બનાવી ગળે ફાંસો ખાઇ મરણ ગયેલ હાલતમાં લટકતો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી હતી.

ઝાડ પર માણસ લટકતો હોવાની વન વિભાગના ચોકીદારે જાણ કરતા પોલીસ ઘટના સ્‍થળે દોડી જઈ લાશ ઉતારી જરૂરી કાર્યવાહી હાથ ધરેલ મરણજનાર ના આધાર કાર્ડ ઉપરથી ઓળખ મેળવી પરીવારને જાણ કરતા ચોટીલા દોડી આવેલ હતો અને પ્રાથમિક તપાસમાં દ્યણા દિવસોથી કામધંધો હતો નહી એટલે બે દિવસ પહેલા મોરબી કારખાનામાં કામ શોધવા જવાનું કહી નિકળેલ હતા બેરોજગારી થી કંટાળી આ પગલું ભર્યું હોવાનું પરિવારજનો એ જણાવેલ હતું. ચોટીલા પોલીસે એડી દાખલ કરી તપાસ હાથ ધરેલ છે.

(11:57 am IST)