Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

આત્‍મજ્ઞાનની કથા આત્‍મજ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે : શાષાી પૂ. અનિલપ્રસાદ જોષી

વાંકાનેરમાં શ્રી ફલેશ્વર મહાદેવ મંદિર આયોજીત ભાગવત કથામાં સાંજે શ્રી કૃષ્‍ણ જન્‍મોત્‍સવ ઉજવાશે

વાંકાનેર, તા.૧૩ : વાંકાનેર માં જડેશ્વર રોડ ઉપર આવેલ વર્ષો પૌરાણિક શ્રી મુનિબાવાની જગ્‍યા -શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર, ફળેશ્વરધામ ખાતે શ્રી ફળેશ્વર મહાદેવ સેવા સમિતિ વાંકાનેર આયોજિત શ્રી મદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ (મોક્ષકથા) ના બીજા દિવસે સોમવારના તા, ૧૧ મીના રોજ કથામા વિશાળ સંખ્‍યામાં ભાવિક ભાઈઓ, બહેનોએ બહોળી સંખ્‍યામાં ભાગવત કથા શ્રવણનો લાભ લઈ ધન્‍યતા અનુભવેલ હતી અને વ્‍યાસપીઠ ઉપર વિદ્વાન વક્‍તા પ, પુ શાષાી અનિલપ્રસાદ જોષીએ કહેલ કે ભાગવત કથા સાંભળ્‍યા પછી અવિવેકના કરશો બાપ, જેને ખોળે હોય ઈ લાજ રાખે આજે પોથીના પ્રતાપે કયાં કયાં અનેક તીર્થધામોં માં કથા કરેલ પરંતુ વાંકાનેર સાથેનો મારો અનોખો નાતો છે આ તેરમી કથા વાંકાનેરમાં થઈ રહેલ છે જેમાંની ત્રણ કથાતો ફળેશ્વર મહાદેવ મંદિરમાં જ થઈ છે, આત્‍મા જ્ઞાનની કથા આત્‍માજ્ઞાન થી જ પ્રાપ્ત થાય છે, હાલ ગરમી વધારે હોય બપોર પછીની કથાનો સમય સાંજે ૪.૩૦ થી ૭.૩૦ રાખેલ છે અને સવારનો સમય સવારે ૯ થી ૧૨ રાખેલ છે કથા શ્રવણ કરવા આવનાર તમામ ભક્‍તજનોને દરરોજ કથામાં શાષાીજી વિનંતી કરે છે દરેક ભક્‍તજનો અહીંયાથી મહાપ્રસાદ લઇને જ જશો. કથામાં બંને ટાઈમ મહાપ્રસાદ રાખેલ છે કથાના બીજા દિવસે સાંજે પોથીજીની આરતી શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરના  તુષારભાઈ પટેલ અને તેમનો પરિવાર તેમજ પૂર્વ ધારાસભ્‍ય જ્‍યોત્‍સનાબેન સોમાણી,  રાજભાઈ સોમાણી,  હર્ષિતભાઈ સોમાણી તથા સોમાણી પરિવારે ઉતારેલ હતી તેમજ સતર પોથીના યજમાનોએ આરતીનો લાભ લીધેલ હતો આચાર્યપદે  ધર્મેશ મહારાજ,  મેહુલ મહારાજ મંત્રોચાર સાથે ભકિતમયના દિવ્‍ય માહોલ વચ્‍ચે પૂજન અર્ચન કરાવી રહયા છે તેમજ રસોડા વિભાગમાં સતત દેખરેખ  જીતુભાઈ સોમાણી,  વિશાલભાઈ પટેલ,  દિપકભાઈ તેમજ શ્રી ફળેશ્વર મહાદેવ સેવા સમિતિ ના સર્વ સભ્‍યો દિવસ રાત જોયા વગર જહેમત ઉઠાવી રહયા છે તેમજ ફળેશ્વર મંદિરના સેવકો, ભાવિકો સેવા બજાવી રહયા છે કથામાં ગરમી નો પડે એ માટે પાણીના સ્‍પ્રે એયર કુલર, પંખા ઠેર ઠેર રાખેલ છે. આજરોજ તા.૧૩ / ૪ / ૨૨ ના બુધવારના રોજ બપોરે ૧૨.૦૦ કલાકે શ્રી વામન જન્‍મ તથા શ્રી રામ જન્‍મ થશે તેમજ સાંજે ૬.૩૦ કલાકેૅ શ્રી કળષ્‍ણ જન્‍મ નંદ મહોત્‍સવ અતિ આનંદ અને ઉત્‍સાહ પૂર્વક ભકિતમયના દિવ્‍ય માહોલ વચ્‍ચે થશે, તેમજ તા, ૧૪ મીના ગુરૂવારના સાંજે ૬.૩૦ કલાકે શ્રી ગિરિરાજ પ્રાગટય શ્રી ગિરિરાજજીને (૫૬ ભોગ) નો થાળ ધરાવાશે અને મંડપ માં શ્રી નગરજનો દ્વારા મહાઆરતી અને મહાદીપયજ્ઞ થશે તા.૧૫ / ૪ / ૨૨ ને શુક્રવારના સાંજે ૬.૦૦ કલાકે વાજતે ગાજતે શ્રી કળષ્‍ણ રૂક્ષમણી વિવાહ ઉત્‍સવ થશે વાંકાનેર ઉપર જેમનો અપાર તોહભાવ છે એવા ઝૂડાળા નિવાસી (હાલ રાજકોટ) ને વર્ષોથી કર્મભૂમિ બનાવનાર પ, પુ શાષાીશ્રી અનિલપ્રસાદ પી જોષી પોતાની મધુર વાણી સાથે અનેરા સંગીતની શેલી સાથે ભાગવત કથાનું રસપાન કરાવી ભાવિકોને કળતાર્થ કરાવી રહયા છે કથાના પાવન પુણ્‍યશાળી અવસરે શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર, શ્રી રામજી મંદિર, પ્રવેશદ્વાર ને રગબેરંગી સિરીઝોથી શુભોષિત કરવામાં આવેલ છે વિશાળ સમીયાળો ઉભો કરવામાં આવેલ છે પ્રસાદની વ્‍યવસ્‍થામાં સ્‍વયં સેવકો સુંદર સેવા બજાવી રહયા છે આ દિવ્‍ય મહોત્‍સવ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સપ્તાહ માં સર્વ ભાવિકોને સહપરિવાર સહિત પધારવા શ્રી ફળેશ્વર મહાદેવ સેવા સમિતિ, વાંકાનેર દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે જે યાદી શ્રી ફળેશ્વર મંદિરના સંચાલક  વિશાલભાઈ પટેલ ની યાદીમાં જણાવાયું છે તેમજ  જીતુભાઈ સોમાણીએ જણાવેલ છે (તસ્‍વીર, અહેવાલઃ: હિતેશ રાચ્‍છ, વાંકાનેર)

(11:55 am IST)