Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

સરતાન પર બંદરના સરપંચ વેગડ પિસ્‍તોલ સાથે ઝડપાયા

દેશી ચાંચિયાઓ વચ્‍ચે ગેંગવોર થવાની શકયતા

ભાવનગર તા.૧૩: સરતાનપર બંદરના સરપંચ તળાજા તરફ આવતા હતા.આ સમયે એસ.ઓ.જી પો.ઇ કે.બી.જાડેજાને મળેલ બાતમીને લઈ વોચ ગોઠવી બુલેટ લઈ પસાર થતા સરપંચને રોકી તલાસી લીધી હતી.જેમાં એક દેશી પીસ્‍ટલ,અગિયાર કાર્તિસ મળી આવતા ધરપકડ કરી હતી.

તળાજા પંથકમાં ચકચાર મચાવતા બનાવ અંગે એસ.ઓ.જીના પો.ઇ.કે.બી.જાડેજા પાસેથી મળતી વિગતમાં સરપંચ હરેશ બાબુભાઇ વેગડ બુલેટ નં. જીજે ૦૪-ડિકે ૦૦૦૪ લઈ આવી રહ્યાની બાતમીના આધારે તળાજાના રાતાખડા નજીક વોચ ગોઠવી હતી.પીસ્‍ટલ ના ૨૦,૦૦૦/-ગોળીઓ ૧૧૦૦/- અને બુલેટ ના એક લાખ ગણી કબ્‍જે લીધેલ. એસ.ઓ.જી ના સોહિલ રહીમભાઈ ચોકીયા એ તળાજા પોલીસ મથકમાં ફરિયાદથી પીસ્‍ટલ અને ગોળીઓ ક્‍યાંથી આવી તે જાણવા માટે રિમાન્‍ડ અર્થકોર્ટમા રજૂ કરવામાં આવશે.

સરતાનપર બંદર ના સરપંચ હરેશ બાબુભાઇ વેગડ પીસ્‍ટલ લઈ પસાર થઈ રહ્યા છેની બાતમી પાછળ દેશી ચાંચિયાઓનો હાથ હોવાનું માનવામાં આવે છે. હમણાં હમણાં જે માહિતીઓ લીક થઈ તે ધંધાની હરીફાઇ સાથે વર્ચસ્‍વની લડાઈ હોવાનું કારણ ચર્ચા સ્‍થાને છે.ત્‍યારે આજે સરપંચ વિરુદ્ધ બાતમી આપ્‍યા બાદ દેશી ચાંચિયા વચ્‍ચે ગેંગવોર થવાની શકયતા જોવાઈ રહી છે.

(11:54 am IST)