Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

દામનગર ભગવાન શ્રીરામ લલ્લાનો જન્‍મોત્‍સવની ભવ્‍ય રથયાત્રા અને બાઇક રેલી

 દામનગરઃ સામાજિક સંવાદિતાનો સંદેશ આપતી રથયાત્રા શહેરના રામજી મંદિર થી પ્રસ્‍થાનᅠ ભગવાન શ્રી રામ લલ્લાની રથયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર દર્શનીય નજારા સાથે ફરી વિશ્વ હિન્‍દુ પરિષદના યુવાનોએ અદમ્‍ય ઉત્‍સાહ સાથે બાઇક રેલી યોજી જયજય શ્રી રામના ગગનભેદી નારા સાથે શહેરના દરેક વિસ્‍તારોમાં બાઇક રેલી ધ્‍યાનાકર્ષક રીતે ફરી શહેરભરમાં ધજા પતાકા અને કમાન દરવાજાનો સુંદર શણગાર રોશનીના ઝળહળાટ થી રોડ રસ્‍તા ઓ અને સરકારી સંકુલોને સુશોભન કરાયું દામનગર શહેર બપોર પછી સંપૂર્ણ બંધ રહ્યું ભગવાન શ્રી રામનો જન્‍મોત્‍સવ ઉજવવા અનોખો ઉત્‍સાહ ભવ્‍ય શણગાર વેશભૂષા સાથે રથયાત્રાના હજારો ભાવિકો એ દર્શન કર્યા ઠેર ઠેર રથયાત્રા રૂટ ઉપર ઠંડા પીણાં શરબતની મુસ્‍લિમ સમાજᅠ દ્વારા વ્‍યવસ્‍થા કોમી એકતાને ભાઈચારોનો સંદેશ આપતા પોસ્‍ટર બેનરો મુસ્‍લિમ સમાજ દ્વારા લગાવ્‍યા હતા બપોર પછીથી શહેરના રામજી મંદિર થી પ્રસ્‍થાન થયેલ રથયાત્રા શહેરના વિવિધ વિસ્‍તારોમાં ફરી હતી ધર્મ ઉલ્લાસથી ભવ્‍ય રીતે ભગવાન શ્રી રામ લલ્લાનો જન્‍મોત્‍સવ ઉજવાયો હતો. (તસ્‍વીર-અહેવાલ : વિમલ ઠાકર -દામનગર)

(11:45 am IST)