Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

ભાયાવદરમાં આઇપીએલના મેચ ઉપર સટ્ટો રમાડતો પ્રવિણ ડઢાણીયા પકડાયો

રાજકોટ તા. ૧૩ : ભાયાવદરમાં આઇપીએલના મેચ ઉપર સટ્ટા રમાડતા શખ્‍સને પોલીસે ઝડપી લીધો છે.

મળતી વિગતો મુજબ ભાયાવદર મયુરનગરમાં પ્રવિણ બાબુભાઇ ડઢાણીયા રે. હાઇસ્‍કુલ પાસે ભાયાવદર મોબાઇલ ફોન ઉપર આઇ.પી.એલ.ના ક્રિકેટ મેચ ઉપર રનફેરનો જુગાર રમાડતો હોવાની બાતમી મળતા ભાયાવદરના હેડ કોન્‍સ. યોગીરાજસિંહ જાડેજા સહિતના સ્‍ટાફે રેઇડ કરી પ્રવિણને મોબાઇલ તથા રોકડ મળી ૧૦,૭૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. પકડાયેલ પ્રવિણ સાહીદ ઇબ્રાહીમ પટા રે. ભાયાવદર સાથે મળી આ સટ્ટો રમાડતો હોવાનું ખુલતા સાહિદની શોધખોળ હાથ ધરાઇ છે.

(11:40 am IST)