Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

જુનાગઢમાં રવિવારે અન્‍ડર- ૧૪ અને ૧૬ ક્રિકેટરોનું સિલેકશન

સૌરાષ્‍ટ્ર જિલ્લા ટૂર્નામેન્‍ટ માટ

રાજકોટઃ જૂનાગઢ જિલ્લા ક્રિકેટ એસોસિયેશન પ્રમુખ શ્રી પાર્થ ભાઇ કોટેચાની યાદી પ્રમાણે જૂનાગઢ જિલ્લા ક્રિકેટ એસોસિયેશન દ્વારા જુનાગઢ જિલ્લાના અંડર-૧૪ અને ૧૬ ખેલાડીઓનું સૌરાષ્‍ટ્ર  જિલ્લા અન્‍ડર- ૧૪  અને ૧૬ ટુર્નામેન્‍ટ માટે સિલેકસન રાખવામાં આવેલ છે. તો બધા ખેલાડીઓએ જરૂરી ડોકયુમેન્‍ટ સાથે રાખવા. સિલેકસન તા. ૧૭ એપ્રિલ રવીવારના રોજ બપોરે ૪  કલાકે જિલ્લા પંચાયત સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષ, ગાંધી ચોક ખાતે રાખવામાં આવેલ છે. જયારે અન્‍ડર-૧૬નું તે જ દિવસે સાંજે ૬:૩૦ રાખેલ છે. સફેદ ટી-શર્ટ, ટ્રેક પહેરવું ફરજિયાત છે.ગ્રાઉન્‍ડ પર રણજી ટ્રોફી પ્‍લેયર અને  સિલેકટરશ્રી કમલ ચાવડા, કોચશ્રી ભરત ભાઇ બઢ નો સંપર્ક કરવો.

જરૂરી ડોકયુમેન્‍ટઃ (૧)જન્‍મ પ્રમાણ પત્ર  નગરપાલિકા/ ગ્રામ પંચાયત(ઓરીજનલ), (૨)બોના ફાઈડ (જન્‍મ તારીખ અને ફોટો સાથે) , (૩)આધાર કાર્ડ, (૪)છેલ્લા ત્રણ વર્ષની માર્કશીટ (બધા ડોકયુમેન્‍ટની ૨-૨ ઝેરોક્ષ કોપી સાથે રાખવી તેમજ પાસપોર્ટ સાઇઝ ના ૨ ફોટા સાથે રાખવા.) તા. ૦૧-૦૯-૨૦૦૮ વધુ માહિતી માટે ભરતભાઇ બઢ મો.૯૯૨૫૮ ૫૦૬૭૫નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(11:33 am IST)