Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

મીઠાપુર પી.આઇ. જી.આર.ગઢવી દ્વારા ફૂટ પેટ્રોલીંગ

મીઠાપુેર : ઓખા મંડળ તાલુકાના ઔદ્યોગીક શહેર મીઠાપુર ખાતે આવેલા મીઠાપુર પોલીસ સ્‍ટેશનના પી.આઇ. શ્રી જી.આર.ગઢવી સાહેબદ્વારા મીઠાપુર તથા સુરજકરાડીમાં તા.૧૧-૪-ર૦રરના રોજ ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્‍યું હતું. કે જેમાં મીઠાપુર પોલીસ સ્‍ટેશનમાં આવતા વ્‍સ્‍તિારો જેવા કે સુરજકરાડી તથા મીઠાપુર ન્‍યુ માર્કેટ એરિયા, મોટી બજારના વિસ્‍તારોમાં સાંજના સમયે કે જયાં અવાર નવાર ટ્રાફિકને લગતા પ્રશ્નો સામે આવતા હોય પોતે જાતે જ પોતાના પોલીસ કાફલા સાથે આ વિસ્‍તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરી આવા ટ્રાફિકના નિયમોને ના સમજનારા લોકો સામે પગલા લઇ ટ્રાફિક દુર કરાવ્‍યો હતો. મીઠાપુર પી.આઇ.ની આવીઅચાનક આંખ લાલ થવાથી ટ્રાફિકના નિયમો ભંગ કરનારાઓમાં ફફડાટ વ્‍યાપી ગયો હતો. જયારે પ્રજામાં ખુશીની લાગણી પ્રસરી હતી. (તસ્‍વીર : અહેવાલ : દિવ્‍યેશ જટાણીયા - મીઠાપુર)

(11:31 am IST)