Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

લોધીકા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માટે વેસ્ટ કચરાના નિકાલ માટે ૮ રીક્ષાની ફાળવણી

ખીરસરાઃ  લોધીકા તાલુકમા વેસ્ટ કચરાના નિકાલ માટે ૮ રીક્ષાની ફાળવણી ૧૫મા નાણાપંચ જીલ્લા કક્ષાની ગ્રાન્ટમાથી માંથી જેમ ­ોટલમાંથી વેસ્ટ કચરાના નિકાલ માટે તાલુકાના ગામો માટે ૮ રિક્ષા ની ખરીદી કરવામાં આવેલ છે જે માં લોધીકામા ૨ પારડીમા ૨ અભેપર ૧  ઢોલરા૧ ખાંભા ૧ કાગશિયાળી ૧ સહીત ના ગામો માટે વેસ્ટ કચરાના નિકાલ માટે રિક્ષા ખરીદી કરવામાં આવેલ તે આવી જતાં લોધીકા તાલુકા પંચાયત કચેરી ઉપર લોધીકા તાલુકા ભાજપ ­મુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા તાલુકા પંચાયત ઉપ­મુખ કિશોરભાઈ વસોયા તાલુકા પંચાયત અધ્યક્ષ ધનશ્યામભાઇ ભુવા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન  રેખાબેન પરમાર તાલુકા વિકાસ અધિકારી મેધા ભગતની ઉપસ્થિતમા ગ્રામપંચાયત ને ગામની અંદર આવેલ વેસ્ટ કચરાના નિકાલ માટે રિક્ષા આપવામાં આવેલ છે. (તસ્વીર-અહેવાલ ઃ ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

(10:52 am IST)