Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

ચોટીલામાં બે ઘિ્’માં બે મોબાઇલની દુકાનો તૂટી

શટરના લોકતોડી ચોરી કરતા તસ્કરોઃ કડક પેટ્રોલીંગની ઉઠી માંગ

ચોટીલા,તા.૧૩ઃચોટીલામાં બે દિવસમાં બે દુકાનોના તાળા તોડી મોબાઇલ ઍસેસરીઝ સહિતની ચીજવસ્તુઅો ની ચોરી કરવામાં તસ્કરો સફળ રહ્ના છે. તો શહેરમાં પેટ્રોલીંગ કડક કરવા માંગ ઉઠી છે.

 ચોટીલા શહેરમાં બે જુદા જુદા વિસ્તારોમાં બે મોબાઇલની દુકાનના તાળા તોડી ચોરી થતા મોબાઇલના વેપારીઅોમાં ફફડાટ ફેલાયો છે
રવીવારની રાત્રી દરમ્યાન આણંદપુર રોડના સાહિલ મોબાઈલની દુકાનના શટરના કટરથી તાળા તોડી તસ્કરો ઍ મોબાઇલ ની અલગ અલગ ઍસેસરીઝ આશરે ૧૫ થી ૨૦ હજાર ના ચીજવસ્તુ ની ચોરી કરેલ છે
સોમવારની રાત્રીના ખાંડી પ્લોટમા આવેલ રાજાવીર મોબાઇલ વાળાની દુકાનનું શટર તોડી ટેબલેટ, મોબાઇલ, સ્માર્ટ વોચ અને ઍસેસરીઝ મળી ૫૦ હજાર આસપાસના માલ સામાન ની ચોરી કરેલ છે. દુકાનદારોઍ પોલીસ ને જાણ કરતા તપાસમાં આવેલ અને અરજી લઇ તપાસ ચાલુ કરેલ છે.
ખાંડી પ્લોટ વિસ્તારમાં ૨૦ જેટલી મોબાઇલ દુકાનો આવેલ છે બે દિવસમાં બે દુકાનના તાળા તુટી ચોરીના બનાવ બનતા બજારમાં ફફડાટ ફેલાયો છે અને રાત્રી ચોકી પહેરા સાથે પેટ્રોલીંગ કડક કરવા માંગ ઉઠી છે.

(10:53 am IST)