Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

માંડવીમાં જૈન સાધ્વીજીઓના ઉપાશ્રયની દીવાલ ઉપર લઘુશંકા કરતા વિકૃત શખ્સ સામે ફરિયાદ

ભુજ,તા.૧૩ઃ  માંડવીમાં કે. ટી. શાહ રોડ ઉપર આવેલ જૈન સાધ્વીજીઅોના ઉપાશ્રયની દીવાલ ઉપર ઍક અઠવાડિયાથી લઘુશંકા કરી વિકૃત માનસિકતા સાથે ધાર્મિક લાગણી દુભાવવા બદલ મામદ હુસેન સિદિક ખલીફા નામના શખ્સ વિરુદ્ઘ પોલીસ ફરિયાદ કરાઈ છે. 

અઠવાડિયાથી દરરોજ આવી અભદ્ર હરકત કરનાર શખ્સને લઘુશંકા કરતી વખતે જ ઍક મહિલાઍ ઝડપી પાડયો હતો. જેને પગલે અન્ય જૈન અગ્રણીઅો દોડી આવ્યા હતા અને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. દરમ્યાન આ અંગે માંડવીમાં જૈન સમાજે ઍકઠા થઇ આવી અભદ્ર હરકતો અંગે રોષ વ્યક્ત કરી વિરોધ દર્શાવ્યો છે.

(10:49 am IST)