Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

મોરબીમાં વિદ્યાર્થીઓને સેનેટરી પેડ વિતરણઃ

 મોરબી : અનસ્‍ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા સર્વોપરિ સ્‍કૂલમાં ધોરણ ૬, ૭ અને ૯માં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીનીઓને કિશોરી તાલીમ આપી હતી. જેથી વિદ્યાર્થીનીઓને પોતાના શરીરમાં આવતા બદલાવની જાણ થાય અને ગભરાયા વગર મનોબળ મજબૂત રાખી અભ્‍યાસમાં પૂરતું ધ્‍યાન આપી શકે. તેમજ માસિક ધર્મ વિશે પણ માહિતી આપી હતી. અને વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ કાર્યમાં અનસ્‍ટોપેબલ વોરીયર ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, મનિષાબેન, લત્તાબેન પનારા, નયનાબેન, ભારતીબેન, દયાબેન સહિતના આ કાર્યક્રમમાં જોડાયા હતા. તે તસ્‍વીર.

(12:16 pm IST)