Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

વાંકાનેરમાં જુદા-જુદા વિસ્‍તારોમાં વારંવાર ગટર છલકાતા લોકો ત્રાહીમામ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા. ૧૨ : વાંકાનેરમાં હાલ મુસ્‍લિમ સમુદાયમાં પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. જ્‍યારે હિન્‍દુ સામજમાં શહેરમાં ઠેરઠેર શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

આવા ધાર્મિક માહોલના સમયગાળામાં જ શહેરમાં સફાઇ કામો ઠપ્‍પ જોવા મળી રહ્યા છે. તેમાં એવું કહેવાય છે કે કેટલાક સફાઇ કર્મીઓ રજા પર છે. જ્‍યારે બીજી તરફ રાજ્‍ય સરકારની ગ્રાન્‍ટમાંથી બનેલી ૪૦ કરોડની ભુગર્ભ ગટર યોજના નિષ્‍ફળ સાબિત થઇ છે. છેલ્લા ત્રણેક માસથી શહેરમાં ઘણી જગ્‍યાઓમાં ભુગર્ભ ગટરો છલકાઇ રહી છે. જેની વધતી ગંદકીથી મોટા રોગાચાળાની ભીતિ છે.

આ અંગે પાલિકાના ચીફ ઓફિસરને જાણ કરાતા એવો ઉતર મળે છે કે તમે પાણી પુરવઠા વિભાગને જાણ કરો જ્‍યારે પાણી પુરવઠા વિભાગને આ અંગે પુછીએ તે જવાબ મળે છે કે અમારો કોન્‍ટ્રાકટ છ માસથી પુરો થઇ ગયો છે.

પાલીકાને એકથી વધુ પત્ર દ્વારા આ અંગે જાણ પણ કરાયેલ છે. મુખ્‍ય અધિકારી (ન.પા.) આ બાબતે ગંભીર જણાતા નથી.

તેમજ પાણી પુરવઠા વિભાગના સુપરવાઇઝર રજા પર હોય પીવા અંગેના પાણમાં પણ લોકોને અસંતોષ જોવા મળે છે. શહેરભરની અનેક સ્‍ટ્રીટ લાઇટો બંધ છે તે અંગેની ફરીયાદ કરતા સ્‍ટ્રીટ લાઇટનો માલ ખસસાલ છે તેવો જવાબ મળે છે. વાંકાનેરમાં મુખ્‍ય અધિકારી તથા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર ત્રણેય મહિલા અધિકારીઓની વધુ ગેરહાજરીને કારણે લોકો રોજબરોજના પ્રશ્‍નો હલ થતા નથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.

(10:26 am IST)