Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

ભુજમાં રમતાં રમતાં પાણીના ટાંકામાં પડી જતા ૪ વર્ષના બાળકનું મોત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૧૩: ભુજના દાદુપીર રોડ ઉપર વાલ્‍મીકિ વાસમાં ૪ વર્ષના બાળક ધ્રુવ શંભુભાઈ રાઠોડનું ટાંકામાં પડી જતાં અરેરાટીભર્યું મોત નિપજયું હતું. દ્યરની બાજુમાં જ મહિલાઓ કપડાં ધોઈ રહી હતી. ત્‍યારે ધ્રુવ રમતો હતો. રમતાં રમતાં તે અચાનક પાણીના ટાંકામાં પડી ગયો હતો. તેને બહાર કાઢી સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પણ, શ્વાસ રૂંધાઇ જવાથી માસૂમ બાળકનું મોત નિપજયું હતું.

(12:18 pm IST)