Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

ઉપલેટા તાલુકા ભાજપ માલધારી સેલના પ્રમુખ તરીકે બધાભાઇ ભારાઇની વરણી

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી,તા. ૧૩: ગુજરાત ભાજપા પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલ દ્વારા ગુજરાત ભાજપામાં સંગઠનોમાં દરેક પદ પર નિમણુંકોનો દોર ચાલી રહ્યો હોય ગુજરાતના દરેક જિલ્લા તેમજ તાલુકા સ્‍તરે અલગ અલગ શેલમાં પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવી રહેલ હોય જેમાં જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ખાચરીયાની સૂચનાથી ગુજરાત ભાજપ પ્રદેશમાંથી રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં માલધારી શેલના પ્રમુખ તરીકે મોટી પાનેલીના પછાતવર્ગનાᅠ નેતા તરીકેની વિશાળ ક્ષમતા ધરાવતા અને તાલુકાના પૂર્વ કારોબારી ચેરમેન તેમજ મોટી પાનેલીના પૂર્વ ઉપસરપંચ બધાભાઇ રાણાભાઇ ભારાઈની નિમણુંક થતા તાલુકાના કાર્યકર્તા ઓમાં ખુશહાલી છવાયેલ અને કાર્યકર્તાઓએ બધાભાઇને ખંભે બેસાડી બહુમાન કરેલ.

સાથેજ કાર્યકર્તા ઓ એ પેંડા વહેંચી નિમણૂંકને વધાવી લીધેલ બધાભાઇ ભારાઈ તાલુકાના પછાતવર્ગ તેમજ માલધારી નેતા તરીકેની બહોળી છાપ ધરાવતા હોય તાલુકાના પછાત સમાજ પર પકડ હોય તેમજ દરેક નાના સમાંજો પ્રત્‍યે બધા રાણા એ ઉદારભાવ દાખવી નાના મોટા સુખ દુઃખના પ્રસન્‍ગો કે મુશ્‍કેલ પરિસ્‍થિતિમાં સદાય સહાય રૂપ બની નાના માણસો પ્રત્‍યે હમદર્દી દાખવેલ હોય પછાત લોકોમાં સારુ એવુ વર્ચસ્‍વને ધ્‍યાનમાં લઇ પાર્ટીએ તાલુકા માલધારી પ્રમુખ તરીકે નિમણૂંક કરતા સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ ધારાસભ્‍ય પ્રવીણ માકડીયા જિલ્લા ભાજપ પ્રમુખ ખાચરીયા મહામંત્રી મનીશ ચાંગેલા દીનેશ અમૃતિયા તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ માકડીયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી ચંદ્રવાડીયા ઉપપ્રમુખ ભામાભાઈ ચાવડા તાલુકા મહામંત્રી રમેશભાઈ માખેચા, પૃથ્‍વીરાજસિંહ, બાબુભાઇ હુંબલ, રમેશભાઈ મકવાણા તાલુકા સદસ્‍ય પિયુસ હુંબલ તાલુકા ઉપ પ્રમુખ રસિકભાઈ પાટડીયા અશોક બગથરીયા વગેરે એ આવકાર આપી બધા રાણાને અભિનંદન પાઠવ્‍યા હતા. 

(10:20 am IST)