Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

અર્પણાબેન આચાર્ય ફરી ગોંડલ મહિલા કોલેજના ચેરમેનઃ કોલેજના નવા બિલ્‍ડીંગ માટે ગતિશીલ કાર્યવાહી કરાશે

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા.૧૩: નગરપાલીકાની વિવિધ કમીટીઓની પુનઃરચના કરાતા નગર પાલીકા સંચાલીત મહીલા કોલેજના ચેરમેન તરીકે ભાજપ મોવડી મંડળ દ્વારા અર્પણાબેન જીતુભાઈ આચાર્યની નિમણુંક કરાઇ છે.ઉલ્લેખનિય છે કે અર્પણાબેન ગત ટર્મમા પણ મહિલા કોલેજના ચેરમેન રહી ચુક્‍યા છે. તેમણે ગત ટર્મમાં નગર પાલીકાના પ્રથમ મહીલા ઉપ પ્રમુખનુ બહુમાન પણ મેળવ્‍યુ હતુ.

અર્પણાબેન આચાર્યએ જણાવ્‍યુ હતુ કે કોલેજમા ભણતી દિકરીઓને સુવિધાબધ્‍ધ કોલેજ બિલ્‍ડીંગ મળે અને મહીલા કોલેજ ઉચ્‍ચતમ શિક્ષણ આપતી સંસ્‍થા બની રહે તે વાતને અગ્રતા અપાશે.આગામી સમય મા કોલેજ માં નવી ફેકલ્‍ટીઓ શરુ કરવા પ્રયાસ હાથ ધરાશે તેવુ જણાવ્‍યુ હતુ.

(10:20 am IST)