Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

મોરબીના રંગપર ગામે ઝેરી દવા પી લેતા યુવાનનું મોત.

રફાળેશ્વર ની પરિણીતાએ દવા પીતા સારવારમાં.

મોરબી તાલુકાના રંગપર ગામના યુવાન કોઈ કારણોસર જંતુનાશક ઝેરી દવા પી લેતા યુવાનનું મોત થયું હોય જે બનાવની પોલીસે વધુ તપાસ ચલાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રંગપર ગામના રહેવાસી કરણ અમરશીભાઈ સાગઠીયા (ઉ.વ.૨૨) નામનો યુવાન કોઈ કારણોસર પોતાના ઘરે જંતુનાશક ઝેરી દવા પી લેતા મોત થયું હતું બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે અને બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના રફાળેશ્વર ગામની પરિણીતા ઝેરી દવા પી લેતા સારવારમાં.
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામની રહેવાસી ૨૬ વર્ષની પરિણીતા કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે
રફાળેશ્વર ગામે રહેતા જયશ્રીબેન અજયભાઈ ચૌહાણ (ઉ.વ.૨૬) નામની પરિણીતા પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડાઈ છે ભોગ બનનારનો લગ્નગાળો છ વર્ષનો છે અને સંતાનમાં ચાર વર્ષનો દીકરો હોવાનું જાણવા મળ્યું છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

 

(11:22 pm IST)