Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

મોરબી : સત્સંગમાં બેસનાર લોકો સુખ-સમૃદ્ધિને વિવેકથી પચાવી સકે છે : મહંત કનકેશ્વરીદેવી.

---ખોખરા હનુમાન ધામ ખાતે શ્રી રામ કથાનું રસપાન કરતા ભક્તો

મોરબીના ખોખરા હનુમાન ધામ ખાતે હનુમાનજી મહારાજની ૧૦૮ ફૂટની પ્રતિમા અનવરન પ્રસંગે શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જે શ્રી રામ કથાનું ભક્તોએ આજે મોટી સંખ્યામાં રસપાન કર્યું હતુંકથાના વક્તા માં કનકેશ્વરીદેવીના શ્રી મુખે આજે ભક્તોએ કથાનું રસપાન કર્યું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે ઈશ્વરની કૃપા મેળવવા માટે પણ સત્સંગની જરૂર છે ઈશ્વર કૃપાનો અધિકાર મેળવવા માટે, તેને પચાવવા પણ સત્સંગની જરૂર છે અશક્યને શક્ય કરવાનું સામર્થ્ય છે કૃપા. સત્સંગમાં બેસનાર લોકો સુખ અને સમૃદ્ધીને વિવેકથી પચાવી સકે છે જમીન છે તો જ ઝાડ છે તેમ સત્સંગ છે તો જ વિવેક છે.કલ્યાણકારી બોલવું જ બોલવું છે બાકી બધું બકવું છે. ભગવાન માયાધીશ  છે અને સદગુરુ માયાતીત છે. દુનિયામાં બે ફુંક નો મહિમા છે એક માતાની ફૂંક અને બીજી ગુરુની ફૂંક.

માની ફૂંક શરીરની પીડા મટાડે છે અને ગુરુની ફૂંક ભવ ની પીડા મટાડે છે. જેને દેવામાં આનંદ આવે તે દેવતા.
જમીન છે તો જ ઝાડ છે તેમ સત્સંગ છે તો જ વિવેક છે : મહંત કનકેશ્વરીદેવી.
મોરબીમાં આયોજિત રામકથાનો આજે બીજો દિવસ : રાજ્યમંત્રી અને પૂર્વ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા
મોરબી : મોરબીના ભરતનગર (બેલા) નજીક આવેલા ખોખરા હનુમાન હરિહરધામ ખાતે રામકથા યોજાઈ છે. આજે રામકથાનો બીજો દિવસ છે. જેમાં કનકેશ્વરીદેવી દ્વારા શ્રોતાઓને રામકથાની સાથે જીવનમાં સત્સંગના મહત્વ અંગે સમજાવવામાં આવ્યું હતું.
ભરતનગર (બેલા) નજીક ખોખરા હનુમાન હરિહરધામ ખાતે હનુમાનજીની રાજ્યમાં સૌથી ઊંચી મૂર્તિના અનાવરણ પ્રસંગે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામકથાનું રસપાન વ્યાસપીઠસ્થાનેથી કનકેશ્વરીદેવી કરાવી રહ્યા છે. આજે રામકથાનો બીજો દિવસ છે. જેમાં રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મહંત ભાવેશ્વરી માતા ઉપસ્થિત રહ્યા હતા.
જીવનમાં સત્સંગ શા માટે જરૂરી છે? તે અંગે કનકેશ્વરીદેવીએ શ્રોતાઓને રામકથાના પ્રસંગોની સાથે સત્સંગનું મહત્વ સમજાવ્યું હતું. આજે રામકથા દરમિયાન કનકેશ્વરીદેવીના પ્રવર્ચનના મુખ્ય અંશો નીચે મુજબ છે.
– ઈશ્વરની કૃપા મેળવવા માટે પણ સત્સંગની જરૂર છે.
– ઈશ્વરની કૃપાનો અધિકાર મેળવવા માટે તથા તેને પચાવવા માટે પણ સત્સંગની જરૂર છે.
– અશક્યને શક્ય કરવાનું સામર્થ્ય છે કૃપા.
– સત્સંગમાં બેસનાર લોકો સુખ સમૃદ્ધિને વિવેકથી પચાવી શકે છે.
– જમીન છે તો જ ઝાડ છે તેમ સત્સંગ છે તો જ વિવેક છે.
– ફેલાઈ જવું મહત્વનું નથી પણ સ્થપાઇ જવું મહત્વનું છે.
– અસ્તિત્વની ઈચ્છાથી તુલસીદાસજી મહારાજે રામચરિત માનસની રચના કરી છે.
– જેની વાણીમાં વિકૃતિ છે તેની ઉન્નતિના દરવાજા લાંબો સમય ખુલ્લા રહેવાના જ નથી.
– વિચારમાં વિવેક હશે તો જ ક્રિયામાં આવશે.
– કલ્યાણકારી બોલવું જ બોલવું છે બાકી બધું બકવું છે.
– ભગવાન માયાધીશ છે અને સદગુરુ માયાતીત છે.
– દુનિયામાં બે ફુંકનો મહિમા છે એક માતાની ફૂંક અને બીજી ગુરુની ફૂંક.
– માની ફૂંક શરીરની પીડા મટાડે છે અને ગુરુની ફૂંક ભવની પીડા મટાડે છે.
-જેને દેવામાં આનંદ આવે તે દેવતા.
મનના મૌનમાંથી નીકળતી ધારા રામકથા છે- શ્રી કનકેશ્વરીદેવી.

ખોખરા હનુમાન ધામ ખાતે શ્રી રામ કથાનું રસપાન કરવતા કનકેશ્વરી દેવી.
મોરબીના ખોખરા હનુમાન ધામ ખાતે શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જે શ્રી રામ કથાનું ભક્તોએ આજે મોટી સંખ્યામાં રસપાન કર્યું હતું.

કથાના વક્તા માં કનકેશ્વરીદેવીના શ્રી મુખે કથાના ત્રીજા દિવસે ભક્તોએ કથાનું રસપાન કર્યું હતું જેમા કનકેશ્વરીદેવીએ પોતાના શ્રી મુખેથી વાણીના અસ્ખલિત પ્રવાહ થકી જણાવ્યુ હતું.
 કથા સાંભળવાથી ધર્મનિષ્ઠા જાગે છે.
અંતઃકરણની અવસ્થા ધર્મમયી બને ત્યારે રામ પ્રગટે.
 અંતઃકરણમાં અયોધ્યાનું નિર્માણ સદગુરુ કરે છે ત્યારે રામ પ્રગટ થાય છે.
 સૌથી મોટુ દાન સદવિચાર નું દાન છે.
સાધુ સંતો વ્યવસ્થા થી પ્રભાવિત નથી કરતા તેમની ચિત્તની અવસ્થાથી પ્રભાવિત થવાય છે.
મનના મૌનમાંથી નીકળતી ધારા રામકથા છે.
કથાથી ભગવદ્ દર્શન કરવાની આતુરતા જાગે છે.
 રામ કથાથી ભક્તિ વધે છે.
આજરોજ કથામાં રામ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને સાથે ભરતનાટ્યમ ની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી અને રાસગરબાની રમજટ માં શ્રોતાઓ ભાવવિભોર બની નાચી ઉઠ્યા હતા.
૧૫,૦૦૦ જેટલા રામ ભક્તોએ ફરાળ પ્રસાદનો લાભ લીધો
ખોખરા હનુમાન હરિહરધામ મંદિર ખાતે હાલ ભવ્ય શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં રામ ભક્તો કથા શ્રવણ માટે ઉમટી પડે છે. ત્યારે રવિવારે રામનવમીના પવિત્ર દિવસે આશરે ૧૫,૦૦૦ જેટલા રામ ભક્તો કથા સાંભળવા માટે આવી પહોંચ્યા હતા અને તમામને ફરાળનો ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો હતો.
મોરબીના ભરતનગર (બેલા) નજીક ખોખરા હનુમાન હરિહરધામ ખાતે હનુમાનજીની રાજ્યમાં સૌથી ઊંચી મૂર્તિના અનાવરણ પ્રસંગે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ રામનવમીનો વિશેષ અવસર હોય કથાનું રસપાન કરવા માટે મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા. આજે વ્યાસપીઠ પરથી કનકેશ્વરી દેવીએ કથાનું રસપાન કરાવ્યું હતું. આજે કથાના બીજા દિવસે આશરે ૧૫,૦૦૦ જેટલા રામ ભક્તો કથાનું શ્રવણ કરવા પહોંચ્યા હતા. કથા સાંભળવા આવેલા તમામ ભક્તો માટે ફરાળની વ્યવસ્થા કરવામાં આવી હતી. ફરાળમાં ભક્તોને સામાની ખીચડી, કેળા, ટોપરાપાક, ફરાળી પુરી, ચેવડો સામાની કઢી વગેરેનો ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો હતો.

 

(11:20 pm IST)