News of Saturday, 13th January 2018

ધોરાજી પાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા

ધોરાજીઃ નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે પ્રદેશ ભાજપ ની ટિમ ધોરાજી આવેલ અને ૧થી ૯ વોર્ડના સભ્યો ની સેન્સ લીધી હતીભાજપ ના કાર્યકર્તાઓની મિટિંગમાં રાજય ના કૃષિ મંત્રી આર.સી.ફળદુ એ જણાવેલ કે ગુજરાતની ૭૫ નગરપાલિકા ની ચૂંટણી માં ભાજપ નો ભગવો લહેરાવાનો છે ત્યારે નગરપાલિકાની ચૂંટણીમાં નાનામાં નાનો કાર્યકર્તાઓની નોંધ લેવાની હોય છે. આપણે સૌ એ ખભેખભ્ભા મિલાવી કામે લાગી જવા આહવાન કરેલ હતું.  જિલ્લા ભાજપના મહામંત્રી ભાનુભાઇ મેતા એ જણાવેલ કે ગુજરાતમાં ભાજપ સરકાર છે ત્યારે ધોરાજીના વિકાસ કર્યો થવાના છે પાર્ટી જેને ટીકીટ આપે એ સર્વોપરી માની આપણે સૌ ભારતીય જનતા પાર્ટી માટે કામે લાગી જવાનું છે. આજની આ બેઠકમાં પરસોતમભાઈ સાવલિયા, વી.ડી.પટેલ, રંણછોડભાઈ કોયાણી, હરસુખભાઈ ટોપિયા, લાલિતભાઈ વોરા, સુખદેવસિંહ વાળા, દિલીપભાઈ હોતવાણી, ડી.જી.બાલધા, જયસુખભાઈ ઠેસિયા, અરવિંદભાઈ વોરા, પરેશભાઈ વાગડીયા, મુકતાબેન વઘાસિયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગ બાદ વોડ નંબર ૧ થી ૯ ના નવા દાવેદારોને વ્યકિતગત સાંભળ્યા હતા.

(1:04 pm IST)
  • મુંબઇથી ઉપડેલું હેલિકોપ્ટર થયું ગુમ : ઓએનજીસીના કર્મચારીઓ સહિત 7 લોકો તેમાં હતા સવાર : હેલિકોપ્ટર સવારે 10.20 કલાકે ઉડ્યું હતું, જે ઓએનજીસીના ઉત્તરીય વિસ્તારમાં 10.58 કલાકે પહોંચવાનું હતું, પરંતુ 10.30 વાગ્યા પછી તેના કોઈ સિગ્નલ મળ્યા નથી. access_time 1:31 pm IST

  • અમિતભાઈ બે દિવસના ગુજરાત પ્રવાસેઃ કાર્યકરો સાથે મકરસંક્રાત ઉજવશે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ કાલે નારણપુરામાં કાર્યકર્તાઓ સાથે મકરસંક્રાંત ઉજવશે : પોતાના નિવાસસ્થાને કાર્યકરોને મળશે : આજે સાંજે ૭ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે access_time 3:46 pm IST

  • SC બાર એસોસિએશનની સાંજે 6 વાગ્યે યોજાશે પ્રેસ કોન્ફરન્સ access_time 1:11 pm IST