Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેન્ક લી. દ્વારા સી.આર.પાટીલનું સન્માનઃ ૩ શાખાનો પ્રારંભ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૨: ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેન્ક લી. જૂનાગઢ દ્વારા આયોજીત ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર.પાટીલનો સન્માન સમારોહ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી રામ મંદિર હોલ, સોમનાથ ખોત યોજાયેલ હતો . જેમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાજપા વિનોદભાઈ ચાવડાઙ્ગ,ઙ્ગગુજરાત પ્રદેશ મંત્રી અને પ્રભારી ગીર સોમનાથ રઘુભાઈ હુંબલઙ્ગ,ઙ્ગઉપાધ્યક્ષ પ્રદેશ ભાજપા માન.શ્રી ભરતભાઈ બોદ્યરાઙ્ગ,ઙ્ગમંત્રીશ્રી પ્રદેશ ભાજપા ઝવેરીભાઈ ઠકરારઙ્ગ,ઙ્ગસાંસદશ્રીઙ્ગ,ઙ્ગજૂનાગઢઙ્ગ, શ્રી રાજેશભાઈ ચુડાસમાઙ્ગ,ઙ્ગકન્વીનર સહકાર સેલઙ્ગ,ઙ્ગપ્રદેશ ભાજપા  બિપીનભાઈ પટેલઙ્ગ,ઙ્ગજૂનાગઢ જીલ્લા ભાજપા પ્રમુખ  કિરીટભાઈ પટેલઙ્ગ,ઙ્ગગીર સોમનાથ જીલ્લા ભાજપા પ્રમુખ માનસીંગભાઈ પરમારઙ્ગ,ઙ્ગગીર સોમનાથ જીલ્લા પંચાયતના પ્રમુખ  રામીબેન વિગેરે આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત હતા અને તેઓશ્રીને પણ બેન્ક દ્વારા બુકે - શાલ અને મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવેલ હતા . જેમાં ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેન્ક લી . ના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચાઙ્ગ,ઙ્ગવાઈસ ચે ૨ મેન શ્રી મનુભાઈ ખુંટીઙ્ગ,ઙ્ગએમ.ડી. શ્રી દિનેશભાઈ ખટારીયાઙ્ગ,ઙ્ગપુર્વ મંત્રી અને ડિરેકટર શ્રી જશાભાઈબારડઙ્ગ,ઙ્ગપુર્વ મંત્રી અને ડિરેકટર શ્રી જવાહરભાઈ ચાવડાઙ્ગ,ઙ્ગબેન્કના ડિરેકટર અને ગુજકો માસોલના વાઈસ ચેરમેન શ્રી ગોવિંદભાઈ પરમારઙ્ગ,ઙ્ગપુર્વ ચેરમેન શ્રી જેઠાભાઈ પાનેરાઙ્ગ,ઙ્ગપ્રદેશમંત્રી અને બેન્કના ડિરેકટર શ્રી ઝવેરીભાઈ ઠકરાર તથા બોર્ડ ઓફ ડિરેકટર્સ દ્વારા ફુલહાર - શાલ અને મોમેન્ટોથી માન.શ્રી સી.આર.પાટીલ સાહેબનું ભવ્ય સન્માન કરવામાં આવેલ હતુ . તેવીજ રીતે જૂનાગઢ કોમર્શીયલ કો.ઓપ.બેન્ક લી . ના પુર્વ ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચાઙ્ગ,ઙ્ગચેરમેન શ્રી આશીષભાઈ માંકડઙ્ગ,ઙ્ગવાઈસ ચેરમેન શ્રી નિકેશભાઈ મશરૂ અને એમ.ડી. શ્રી પી.ડી.ગઢવી તથા બોર્ડ ઓફ ડીરેકટર્સ દ્વારા હાર - શાલ અને મોમેન્ટોથી માન.શ્રી સી.આર.પાટીલ સાહેબનું ભવ્ય સન્માન કરવામાં આવેલ હતુ . સાથે સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતુઙ્ગ,ઙ્ગજેમાં બેન્ક દ્વારા સને ૨૦૨૦-૨૧ ના વર્ષના ડિવીડન્ડનો ચેક બેન્કના ચેરમેનશ્રીઙ્ગ,ઙ્ગવાઈસ મેનશ્રીઙ્ગ,ઙ્ગએમ.ડી. અને બોર્ડ ઓફ ડિરેકટર્સ દ્વારા સરકારશ્રીના શેરફાળા પરના ડિવીડન્ડનો ચેક માન.શ્રી સી.આર.પાટીલ સાહેબને અર્પણ કરવામાં આવેલ હતો . ત્યારબાદ ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેન્ક લી.ની નવનિર્મિત માણાવદર શાખાનું વર્ચ્યુઅલ ઉદઘાટન માન.શ્રી સી.આર.પાટીલ સાહેબના કરકમલોથી કરવામાં આવેલ હતુઙ્ગ,ઙ્ગતેમજ શ્રી જૂનાગઢ કોમર્શીયલ કો.ઓપ.બેન્ક લી . ની નવનિર્મિત કોડીનાર શાખાનું વર્ચ્યુઅલ ઉદઘાટન સી.આર.પાટીલ સાહેબના કરકમલોથી કરવામાં આવેલ હતુઙ્ગ,ઙ્ગઅનેઙ્ગજૂનાગઢ પોરબંદર અને ગીર સોમનાથ જીલ્લાના ૧૫ - પ્રગતિશીલ ખેડુતોનું સન્માન માન.શ્રી સી.આર.પાટીલ સાહેબ દ્વારા કરવામાં આવેલ હતુઙ્ગ,ઙ્ગઅને ખેડુતોને પોતાના ગામમાં નાણાંની સવલત મળી રહે એ હેતુ થી બેંક દ્વારા ૧૫ - મંડળીઓને વિનામુલ્યે માઈક્રો એ.ટી.એમ.નું વિતરણ  સી.આર.પાટીલ સાહેબના હસ્તે કરવામાં આવેલ હતુઙ્ગ,ઙ્ગતેમજ જૂનાગઢ પોરબંદર અને ગીર સોમનાથ જીલ્લાની ૧૧૧ સહકારી સંસ્થાઓ દ્વારા સી.આર.પાટીલ સાહેબનું શાલ ઓઢાડી બુકે આપી સન્માન કરવામાં આવેલ હતુ. આ પ્રસંગે બેન્કના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ સ્વાગત પ્રવચનમાં બેન્કનાં વિકાસની વિગતો આપી બેન્ક ૪૨ - વર્ષ બાદ ડિવીડન્ડ જાહેર કરી ચુકવી રહેલ છે. તે માટે બેન્કનાં બોર્ડ ઓફ ડિરેકટર્સના સહયારા પ્રયાસથી બેન્કની સમૃધ્ધિમાં ઉતરોતર વધારો થઈ બેન્ક ડિવીડન્ડ ચુકવવા સક્ષમ બની છેઙ્ગ,ઙ્ગતે સૌનો સહિયારો પ્રયાસનું પરિણામ છે . આ પ્રસંગે પુર્વ મંત્રીશ્રીઙ્ગ,ઙ્ગપુર્વ ચેરમેનશ્રી અને બેન્કના ડિરેકટર જશાભાઈ બારડ સાહેબએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવેલ કેઙ્ગ,ઙ્ગતાત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને લોકલાડીલા વડપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૨માં સહકારી બેન્કોને આર.બી.આઈ. ના નિયમો અનુસાર બેકીંગ કામકાજનું લાયસન્સ હોવુ ફરજીયાત હતુ. લાયસન્સની પાત્રતા ન ધરાવતી બેન્ક બીજી સક્ષમ બેન્ક સાથે મર્જ કરી દેવામાં આવે. આ સમયે લોકલાડીલા વડાપ્રધાનશ્રીએ ગુજરાતની નબળી બેન્કોને સરકારશ્રી દ્વારા ૮૫ / - કરોડની અલગ - અલગ રીતે સહાય આપી ગુજરાતની ૫ - બેન્કોને સરકારશ્રી દ્વારા મદદ કરી બચાવી લેવામાં આવી હતીઙ્ગ,ઙ્ગજેમાં જૂનાગઢ જીલ્લા સહકારી બેન્ક લી. ને પણ સરકારશ્રીએ નાણાંકીય મદદ આપેલઙ્ગ,ઙ્ગજેથી બેન્ક આજે નફો કરતી થઈધિરાણઙ્ગ,ઙ્ગથાપણ અને વસુલાતની કામગીરી કરી સારો નફો કરતી થઈ છે . જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબની કરેલી મદદનું પરિણામ આજે મળ્યુ છે. સન્માન સમારોહના અંતમાં સમારોહના અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાજપાઙ્ગ,ઙ્ગમાન.શ્રીસી.આર.પાટીલ સાહેબએ તેમના પ્રવચનમાં સહકારથી સમૃધ્ધિ અને સહકારીતા અંગે સમજણ આપેલ હતી . અને સહકારથી લોકોને ખુબજ લાભો અને ફાયદાઓ થાય છેઙ્ગ,ઙ્ગમાટે જ કેન્દ્ર સરકારમાં સહકાર મંત્રાલયનો પ્રારંભ કરેલ છેઙ્ગ,ઙ્ગઅને સદભાગ્યે આપણા ગુજરાતનાં માન.શ્રી અમિતભાઈ શાહને કેન્દ્રીય સહકાર મંત્રીની જવાબદારી સોંપવામાં આવેલ છે . તેઓશ્રી સહકારના ખુબજ ઉંડા અભ્યાસુ છે . આગામી નવેમ્બર ૧૪ થી ૨૦ નવેમ્બર સહકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવશેઙ્ગ,ઙ્ગઅને જેમાં કેન્દ્રીય સહકાર મંત્રીશ્રી દ્વારા ગુજરાતમાં ઉજવણી કરશે તેવી આશા વ્યકત કરેલ હતી . તેમજ પશુપાલન ઉદ્યોગ પર વધુ ભાર આપેલ હતો . સરકારશ્રી દ્વારા પણ પશુપાલકોને વિવિધ સહાયો પુરી પાડવામાં આવે છેઙ્ગ,ઙ્ગઅને તેનો લાભ લઈ પશુ પાલકોની સમૃધ્ધિ અને વિકાસ થાય તે માટે સરકાર પ્રયત્નશિલ છેઙ્ગ,ઙ્ગઅને પશુપાલકોએ તેમની દુધની અલગ - અલગ બનાવટોમાંથી પશુપાલનથી ઉદ્યોગ સુધી દરેક ક્ષેત્રે ફાયદારૂપ છે. તેમજ જણાવેલ હતુઙ્ગ,ઙ્ગઅને બેન્ક નફો કરતી થવા બદલ અભિનંદન આપેલ હતા. ત્યારબાદ બેન્કનાં વાઈસ ચેરમેન મનુભાઈ ખુટીએ આભાર દર્શન કરેલ હતુ. જેમાં સી.આર.પાટીલ સાહેબ અને સંગઠનના હોદેદારોએ બેન્કના આમંત્રણને માન આપી આ સન્માન સમારોહમાં પોતાનો કિંમતી સમય ફાળવી પધારવા બદલ આભાર માનેલ હતો તેમજ જૂનાગઢઙ્ગ,ઙ્ગપોરબંદર અને ગીર સોમનાથ જીલ્લાના સહકારી સંસ્થાના હોદેદારોઙ્ગ,ઙ્ગઆગેવાનો અને ખેડુતોએ પોતાનો કિંમતી સમય ફાળવી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યકત કરેલ હતો, આ કાર્યક્રમનું સફળ સંચાલન સી.ઈ.ઓ. શ્રી કિશોરભાઈ ભટ્ટ એ કરેલ હતુ.

(1:26 pm IST)