Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

સુરેન્દ્રનગરની ૮૪ હોસ્પિટલોને નોટીસ

બી.યુ.પરમીશન વિના ધમધમતી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૧: સુરેન્દ્રનગર શહેરમાં બી.યુ. પરમીશન વગર ધમધમતી હોસ્પીટલો ઉપર નગરપાલીકા તંત્રએ તવાઈ ઉતારીને ૮૪ હોસ્પીટલોને નોટીસ ફટકારતા ખળભળાટ થઈ ગયો હતો. તે પૈકી ૭૦ હોસ્પીટલોના સંચાલકોએ પ્લાન સાથે બી.યુ. પરમીશન માટે અરજી કરેલ છે. ચોંકાવનારી વિગત એવી છે કે, આ ૭૦ પૈકી ૨૬ હોસ્પીટલોએ તેમના ગેરકાયદે બાંધકામો ઈમ્પેકટ ફી ભરીને કાયદેસર કરાવેલ છે. જયારે ૩૭ હોસ્પીટલોના બાંધકામ ગેરકાયદે હોવાથી તેમને બી.યુ. પરમીશન મળવાની શકયતા ઓછી હોવાનું જાણવા મળે છે.ઙ્ગઙ્ગ

સુરેન્દ્રનગરમાં મોટાભાગની બિલ્ડીંગો બી.યુ.પરમીશન વગર ધમધમે છે. તે પૈકી મોટાભાગની બિલ્ડીંગોનું બાંધકામ ગેરકાયદે હોવાનું માનવામાં આવે છે. બી.યુ.પરમીશન વગરના બાંધકામો સામે પગલા લેવાનો મુદો સંકલન સમિતીની બેઠકમાં ઉછળતા સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલીકા તંત્ર દ્વારા બી.યુ. પરમીશન વગર ધમધમતી શહેરની ૮૪ જેટલી ખાનગી હોસ્પીટલોને નોટીસો ફટકારવામાં આવી હતી. આ પૈકી ૭૦ જેટલી હોસ્પીટલો દ્વારા બી.યુ. પરમીશન માટે પ્લાન રજુ કરવામાં આવતા નવી ચોંકાવનારી વિગતો જાણવા મળેલ છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ નગરપાલીકામાં જે સિતેર જેટલી હોસ્પીટલોના બાંધકામના પ્લાન મંજુર થયેલ છે તે પૈકી ૨૬ હોસ્પીટલના સંચાલકોએ ભૂતકાળમાં ઈમ્પેકટ ફી ની યોજનાનો લાભ લઈને ગેરકાયદે બાંધકામો કાયદેસર કરાવેલ છે. જયારે અન્ય ૩૭ જેટલી હોસ્પીટલોના બાંધકામો પણ ગેરકાયદે હોવાથી તેમને બી.યુ. પરમીશન મળવાની શકયતા ઓછી છે. ફકત ૪ હોસ્પીટલો પાસે હાલમાં બી.યુ. પરમીશન હોવાનું જાણવા મળે છે.ઙ્ગઆ બાબત હાલ ચર્ચાનો વિષય બની ગયેલ છે. સવાલ એ ઉઠે છે કે, આટલી બધી હોસ્પીટલોના બિલ્ડીંગને પ્લાન પાસ કરીને બાંધકામની પરમીશન અપાયા બાદ જે તે વખતે બાંધકામ નિયમમુજબ કાયદેસર થયું છે કે નહિ.? તેનું ચેકીંગ શા માટે કરવામાં નહોતું આવ્યું.?

(12:19 pm IST)