Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગટર, પાણીના નિકાલ બાબતે પાલિકાને રજૂઆત

પૂર્વ કાઉન્સીલર દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ

મોરબીના સામાકાંઠે વોર્ડ નં ૦૩ માં ગટર, પાણીના નિકાલ તેમજ સફાઈ અને લાઈટ સહિતના પ્રશ્નો બાબતે પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે

મોરબી નગરપાલિકાના વોર્ડ નં ૦૩ ના પૂર્વ કાઉન્સીલર નરેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજા (હરદેવસિંહ) રજૂઆત કરી જણાવ્યું છે કે દિવાળી અને દશેરા જેવા તહેવારો નજીક છે ત્યારે વોર્ડમાં ગટર ઉભરાય XCHE ગંદા પાણીનો નિકાલ નથી કોઈ સફાઈ કરવામાં આવતી નથી લાઈટ બંધ હોય તે ચાલુ કરવા તેમજ ગંદકી દુર કરવા અગાઉ રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી જેથી વોર્ડ ૦૩ માં વિદ્યુતનગર સોસાયટીમાં રોડ થયેલ છે જે ગટરની કુંડી ઉચી લેવા, સફાઈ સહિતના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી છે.

(11:08 pm IST)